
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં મુસ્લિમ
છોકરીઓના હિજાબ પહેરવા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીનુ ટ્વિટ સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું કે બિકીની હોય કે બુરખો હોય કે જીન્સ
હોય, તે મહિલાઓનો અધિકાર છે. તેઓ જે ઈચ્છે તે પહેરે.
પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસ માટે આપવામાં
આવેલા તેમના ‘લડકી હું લડ સકતી હૂં‘ ના નારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ અધિકાર ભારતના બંધારણે આપ્યો છે. મહિલાઓ પર અત્યાચાર
બંધ કરો.પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, ‘બિકીની હોય, બુરખો હોય, જીન્સ હોય કે હિજાબ હોય. મહિલાઓને જે જોઈએ તે પહેરવાનો અધિકાર છે.
તેમને આ અધિકાર બંધારણે આપ્યો છે. મહિલાઓની ઉત્પીડન બંધ થવી જોઈએ.
હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ: ભાજપ
ભાજપે હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે.
કર્ણાટક બીજેપીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમે કહીએ છીએ કે
હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ છે. હાઈકોર્ટમાં હિજાબની તરફેણમાં દલીલ કરનાર
વકીલ કોંગ્રેસના લીગલ સેલના પ્રતિનિધિ છે. કોંગ્રેસ આ દિશામાં કામ કરી રહી છે તે
કહેવા માટે શું બીજા ઉદાહરણની જરૂર છે?
કોંગ્રેસએ આપ્યો જવાબ
ભાજપના આરોપ નો જવાબ આપતાં
એડવોકેટ દેવદત્ત કામતે કહ્યું, “હું સદભાગ્યે
મુક્ત દેશમાં રહું છું. એક વકીલ તરીકે, હું જે બાબતમાં
મને નિર્દેશિત કરવામાં આવે છે તેમાં હું હાજર છું અને દલીલ કરું છું. કોઈ ત્રીજો
પક્ષ કે કોઈ રાજકીય પક્ષ મારી પસંદગી પર સવાલ ઉઠાવી શકે નહીં.
ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત
માલવિયાએ પણ આ મામલે ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યુ કે, કર્ણાટકમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે જ્ઞાનની શોધ સિવાય બીજું કંઈ છે,
એમ તેમણે ઉમેર્યું. ધર્મના નામે યુવતીઓને
શિક્ષણને બદલે હિજાબ પસંદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,
કર્ણાટક હાઈકોર્ટમાં આજે બપોરે 2.30 વાગ્યે
હિજાબ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
શાળા કોલેજ 3 દિવસ બંધ
આ મામલે રાજ્ય સરકારે ત્રણ દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો
છે. આ સિવાય સરકારે તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે.