- છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીનો આપઘાત
- ન્યાય ન મળતા આપઘાત માટે થઈ મજબૂર
- સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
- 1 શિક્ષક અને 4 વિદ્યાર્થીઓએ કરી હતી છેડતી
- ભાભરના રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની ઘટના
- રાધેમાં હું ભણવા જતી હતી.
- મે મેથ્સ 11 સાયન્સમાં પસંદ કરેલું.
- ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હતા.
- નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મને ડર લાગતો હતો.
- 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડખાની કરી હતી.
- સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા ઉપર હતો.
- 5-7-21ના દિવસે શિક્ષક અને 4 છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું.
- લાલ કવરવાળો મોબાઈલ હતો, જેમાં મારો વીડિયો છે.
- શિક્ષકે મને ધમકી આપી કે, જો કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી હું ડરતી હતી.
- જેથી 6-7-21ના દિવસે ઘરે પાછી ના ગઈ.
- આ લોકોએ મારી લાઈફ ખરાબ કરી નાખી છે.
- ડરતા-ડરતા મારે શું બોલવું શું ન બોલવું એ મને ખબર ન પડે. મારા ઘરવાળાઓ મને મારી ન નાખે તેથી હું ચૂપ રહી.
- “પણ હું શું કામ ચૂપ રહું?”
- મે દવા પીને બધી સાચી વાત લખાવી, તો પણ કોઈ કંઈ ન બોલ્યું.
- ગોહિલ સાહેબે સમરી ભરી એના 5 દિવસ પહેલા બોલાવી મારી મોટી મા સાથે મને કીધેલું, ‘બેટા તારુ કામ કર. પેપર એવા બનાયા છે, કે કોઈ કોર્ટ સાબિત નહીં કરી શકે કે, તું સાચી છે.’
- હવે હું મરું છું. સાચી તપાસ કરી 5ને સજા આપજો. જે કામ કોર્ટે કર્યું, એ જ કામ પોલીસે ટ્રસ્ટીના કહેવાથી કર્યું.
- હવે કોર્ટ પર વિશ્વાસ નથી. જેને જે સમજવું હોય તે સમજે આ હકીકત છે.
- મે બધાને કીધું મામલતદાર પૂજા યાદવને પણ કોઈએ કંઈ ન કર્યું.
- સ્કુલના ટ્રસ્ટીઓ સ્કુલની ઈજ્જત બચાવવા મને સપોર્ટ કરવાની જગ્યાએ એમનો બચાવ કર્યો. પોલીસ અને કોર્ટને ફોડી એટલે મારે મરવું પડ્યું.
- વિદ્યાર્થિનીએ સ્કૂલ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
- ટ્રસ્ટીઓએ સ્કૂલની ઈજ્જત બચાવવા આરોપીઓને સપોર્ટ કર્યો
- મામલતદારને પણ રજૂઆત કર્યાનો ઉલ્લેખ
- પોલીસની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલો