Home » ત્રણ બાળકો અને પતિને છોડી મહિલા સરપંચ પ્રેમી સાથે ફરાર, ગામલોકો મુંઝાયા હવે શું કરવું?
ત્રણ બાળકો અને પતિને છોડી મહિલા સરપંચ પ્રેમી સાથે ફરાર, ગામલોકો મુંઝાયા હવે શું કરવું?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
90
એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જયારે પ્રેમનું ભૂત માથા પર ચઢે છે ત્યારે બીજુ કશું નથી દેખાતું. સારા નરસાનો પણ વિવેક નથી રહેતો. આ પ્રકારના અનેક કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ. ત્યારે બિહારમાં પણ આ પ્રકારની અએક ઘટના બની છે. જેમાં એક મહિલા સરપંચ પોતાના પ્રેમી સાથે ગામમાંથી ભાગી ગઇ છે. જેથી પંચાયતના સભ્યો અને ગામલોકો મુંઝાયા છે કે હવે શું કરવું? ગામના સરપંચ જ ભાગી ગયા તો વહીવટ કોણ કરશે? આ મહિલા સરપંચ તો હતી જ, સાથે વિવાહિત પણ હતી.
બિહારના સીતામઢી જિલ્લાની ઘટના
બિહારના સીતામઢી જિલ્લામાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચે એવું પગલું ભર્યું છે, જેના કારણે આખું ગામ દ્વિધામાં મુકાયું છે. ગ્રામજનોને સમજાતું નથી કે હવે શું કરવું. ગામના લોકોએ વિકાસના નામે જેને મત આપીને સરપંચ બનાવી હતી તે મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. સરપંચની ખુરશીને લાત મારીને મહિલા પ્રેમી સાથે ભાગી જતાં ગામના લોકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. બિહારના કાન્હોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ખોપરાહ ગ્રામ પંચાયતના લોકોએ પંચાયતની ચૂંટણીમાં રેખા દેવીને સરપંચ બનાવ્યા હતા.
ગામના બે ત્રણ લોકો સામે ફરિયાદ
ગામલોકોએ જણાવ્યું કે તેમને સરપંચના પતિ પાસેથી માહિતી મળી કે રેખા દેવી તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. રેખા દેવીના ભાગી જવાથી ગામમાં આક્રોષ ફલાયો છે. આ ઘટના બાદ સરપંચના પતિએ ગામના જ બે ભાઈઓ સામે તેની પત્નીનું લગ્ન કરવાની મંશાથી અપહરણ કર્યાની ફરિયાદ કરી છે. કાન્હોલી પોલીસે પતિની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરપંચના પતિએ આ કેસમાં બે ભાઈઓ અને તેમના પિતાને પણ આરોપી બનાવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે મહિલાને ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રેમ થયો હતો.
મહિલા સરપંચ ત્રણ બાળકોની માતા
પોલીસના જણાવ્યા અનુસાર સરપંચ રેખા દેવીને ત્રણ બાળકો છે. જેમાં સૌથ મોટા દીકરાની ઉમર 21 વર્ષ છે. આ સિવાય તે જેની સાથે ભાગી છે તે પ્રેમી પણ પરણેલો છે. આ વખતની પંચાયતની ચૂંટણીમાં ખોપરા પંચાયતના લોકોએ રેખા દેવી પર વિશ્વાસ મુકીને તેમને સરપંચ બનાવ્યા હતા. તેવાામાં રેખા દેવી ગત 9મી માર્ચે સવારે ઘરેથી નીકળીને ગાયબ થઈ ગઈ હતી. સગા સંબંધીઓએ ઘણી શોધખોળ કરી પરંતુ કશે ભાળ મળી નથી. ત્યારબાદ તેના પતિએ પત્નીના પ્રેમ પ્રકરણનો પર્દાફાશ કરતા ગામના ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે. હાલ રેખા દેવીનો મોબાઈલ સ્વીચ ઓફ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject