Home » પ્રેમી માટે મહિલાએ પોતાના પતિનું અપહરણ કરાવ્યું પણ દાવ ઉલ્ટો પડ્યો, જાણો શું થયું
પ્રેમી માટે મહિલાએ પોતાના પતિનું અપહરણ કરાવ્યું પણ દાવ ઉલ્ટો પડ્યો, જાણો શું થયું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
73
બેંગલુરૂમાં (Bengaluru) ‘પતિ પત્નિ ઔર વો’નો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિનું અપહરણ (Kidnapping) કરી હત્યા કરવા માટે ત્રણ ગુંડાઓને સોપારી આપી હતી. વાસ્તવમાં અનુપલ્લવી નામની એક મહિલાને હિમવંત કુમાર નામના વ્યક્તિ સાથે લગ્નેત્તર સંબંધો હતા. એવામાં બંન્નેએ મહિલાના પતિ નવીન કુમારનો કાંટો કાઢવા તેને મારી નાખવાની યોજના ઘડી જે માટે તેમણે ગુંડાને સોપારી આપી જેમાં તેમણે 90 હજાર એડવાન્સ અને કામ થયાં બાદ 1.1 લાખ આપવાની ડીલ થઈ હતી.
મહિલાને લાગ્યું કે આ પ્લાનથી તે પોતાના ખતરનાક મનસૂબાને અંજામ આપી શકશે પરંતુ તેમની ધારણા પ્રમાણે ના થયું અને દાવ ઉલ્ટો પડ્યો. સોપારી લેનારા ગુંડાઓએ તેના પતિનું અપહરણ (Kidnapping) તો કરી નાખ્યું પરંતુ પણ ઉલ્ટાની તેની સાથે જ દોસ્તી કરી લીધી. ગુંડાઓએ કથિતરીતે 23 જુલાઈના રોજ નવીનનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને તમિલનાડૂ લઈ ગયા હતા ત્યાં તેમના ઈરાદાઓ બદલાયા નવીન સાથે દોસ્તી થઈ ગઈ અને બધાએ સાથે મળીને પાર્ટી કરી. આ વચ્ચે નવીન નશામાં સુતો અને ગુંડાઓએ તેના પર ટમેટાનો સોસ નાખીને તેની તસવીરો તેની પત્નિ અનુપલ્લવી અને તેના પ્રેમી હિમવંતને મોકલી અને કહ્યું કે, તમારા પતિને અમે મારી નાખ્યો છે.
નવીનની તસવીરો જોઈને પ્રેમી હિમવંત ડરી ગયો અને તેણે ડરના માર્યાં તેણે ગળાફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો. બીજી બાજુ નવીનની બહેનને લાગ્યું કે તેનો ભાઈ ગુમ થયો છે અને તેથી તેણે બેંગલુરૂના પીનિયા પોલીસ સ્ટેશનમાં (Police) ફરિયાદ નોંધાવી પણ પોલીસ શોધે તે પહેલાં જ નવીન 6 ઓગસ્ટના રોજ ઘરે પરત આવી ગયો.
પોલીસે જ્યારે નવીનની પુછપરછ કરી કે આખરે તે આટલા દિવસોથી ક્યાં હતો જેના પર નવીને જણાવ્યું કે, તેનું અપહરણ થયું હતું અને હિમવંતે ગુંડાઓને સોપારી આપી હતી. આ મામલે પોલીસે ઉંડી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ કાંડમાં નવીનની પત્નિ અનુપલ્લવી અને તેની માંનો પણ રોલ હતો જેથી પોલીસે બંન્ને માં-દિકરી અને અપહરણ કરનારા ત્રણેય ગુંડા હરીશ, નાગારાજૂ અને મુગિલનની ધરપકડ કરી લીધી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject