Download Apps
Home » IPLના મીડિયા રાઇટ્સમાંથી BCCIને બમ્પર કમાણી, પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં થઇ હરાજી

IPLના મીડિયા રાઇટ્સમાંથી BCCIને બમ્પર કમાણી, પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં થઇ હરાજી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા રાઇટ્સની હરાજી પૂરી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી છે કે IPL 2023-27 માટેના ટીવી રાઇટ્સ સ્ટાર અને ડિજિટલ રાઇટ્સ વાયકોમ (રિલાયન્સ) પાસે રહેશે. આગામી પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચીને આઇપીએલએ ઇતિહાસ રચ્યો છે. IPL એ વિશ્વની સૌથી વધુ જોવાતી લીગ છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અહીં રમીને તેમની કારકિર્દી બનાવી છે. આઇપીએલમાં રમવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે.  આિપીએલની લોકપ્રિયતા પણ ઘણી પ્રચંડ છે. જેને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવામાં આવે છે,.

કઇ કંપનીને શું મળ્યું?
IPLના 2023-27 સુધીના મીડિયા રાઇટ્સની કુલ બાલી – 48390 કરોડ
• પેકેજ A (ભારતમાં ટીવી રાઇટ્સ) – સ્ટાર, 23575 કરોડ (57.5 કરોડ પ્રતિ મેચ)
• પેકેજ B (ભારતમાં ડિજિટલ રાઇટ્સ) – વાયાકોમ-18, 20500 કરોડ (મેચ દીઠ 50 કરોડ)
• પેકેજ C (ભારતમાં સ્પેશિયલ 18 મેચ) – વાયાકોમ-18, 3258 કરોડ (33.24 કરોડ પ્રતિ મેચ)
• પેકેજ ડી (વિદેશમાં રાઇટ્સ)– વાયાકોમ-18 અને ટાઈમ્સ ઈન્ટરનેટ, 1057 કરો (2.6 કરોડ પ્રતિ મેચ)
જય શાહની જાહેરાત
BCCI સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરીને વાયાકોમને અભિનંદન પાઠવ્યા છે અને હરાજીમાં બોલી લગાવનાર કંપનીઓનો આભાર માન્યો છે. જય શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે ‘વાયાકોમ-18 એ 23758 કરોડ રૂપિયામાં ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે અને આ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે. ડિજિટલ પ્લેટફોર્મે ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે, તેથી જ તે રમતના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જય શાહે માહિતી આપી છે કે વાયાકોમ-18 એ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમના રાઇટ્સ પણ ખરીદ્યા છે. જ્યારે ટાઈમ્સ ઈન્ટરનેટે MENA (મિડલ ઈસ્ટ) અને અમેરિકાના તમામ રાઇટ્સ ખરીદી લીધા છે. ટાઈમ્સ પાસે અન્ય દેશોના રાઇટ્સ પણ હશે. બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું કે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને IPLનું ટોપ ક્લાસ ક્રિકેટ જોવા મળશે.
જય શાહે લખ્યું કે હું આ હરાજીમાં ભાગ લેનાર તમામનો આભાર માનું છું. BCCI તેમની તરફથી તમામ શક્ય મદદ અને સમર્થન કરશે. આ હરાજીમાંથી બીસીસીઆઈ જે પણ કમાણી કરશે તેનો ઉપયોગ સ્થાનિક ક્રિકેટના મૂળને મજબૂત કરવા માટે કરવામાં આવશે જેથી પ્રશંસકો ક્રિકેટનો આનંદ માણી શકે. 

દુનિયાની બીજી સૌથી મોંઘી લીગ
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે આઈપીએલ શરૂઆતથી જ લોકપ્રિય છે. આઈપીએલના ઈતિહાસમાં આજનો દિવસ ઘણો મોટો છે. આજે આગામી પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચવામાં આવ્યા છે. આ સાથે જ પ્રતિ મેચની કિંમતની વાત કરીએ તો IPL હવે વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ બની ગઈ છે.
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા