કચ્છની 7 નગરપાલિકાઓનું 100 કરોડનું વીજ બિલ બાકી
સામાન્ય જનતાના વીજ બિલ (Electricity Bill) બાકી હોય તો સામાન્ય બાબત છે પણ કચ્છની સાત નગરપાલિકા (Municipalities) શહેરી વિસ્તારના રહેવાસીઓ પાસેથી પીવાનું પાણી, દિવાબત્તી વેરો દર વર્ષે વસૂલાત કરે છે, છતાં પશ્ચિમ ગુજરાત વીજકંપનીને વીજળી વપરાશના બિલ ભરપાઈ કરવામાં આવતા નથી.વિતેલા 8 વર્ષમાં 100 કરોડનું જંગી લેણું 2015માં પાંચ સુધરાઈનું ચડત લેણું રૂા. 65 કરોડ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે ભરપાઈ કરી આપ્યા àª
Advertisement
સામાન્ય જનતાના વીજ બિલ (Electricity Bill) બાકી હોય તો સામાન્ય બાબત છે પણ કચ્છની સાત નગરપાલિકા (Municipalities) શહેરી વિસ્તારના રહેવાસીઓ પાસેથી પીવાનું પાણી, દિવાબત્તી વેરો દર વર્ષે વસૂલાત કરે છે, છતાં પશ્ચિમ ગુજરાત વીજકંપનીને વીજળી વપરાશના બિલ ભરપાઈ કરવામાં આવતા નથી.
વિતેલા 8 વર્ષમાં 100 કરોડનું જંગી લેણું
2015માં પાંચ સુધરાઈનું ચડત લેણું રૂા. 65 કરોડ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે ભરપાઈ કરી આપ્યા છતાં વિતેલા 8 વર્ષમાં 100 કરોડનું જંગી લેણું ચડી ગયું છે, ત્યારે સવાલ એ થાય કે ગ્રાહકો પાસેથી વસૂલાતી વેરાની રકમ જાય છે ક્યાં ? ભુજ, અંજાર, માંડવી, ભચાઉ અને રાપર આ પાંચ નગરપાલિકાના વીજ લેણા લાંબા સમયથી ભરપાઈ કરવામાં આવતા ન હતા અને પી.જી.વી.સી.એલ.ના ખાતામાં બાકી રકમ બોલતી હતી, સરકારે આખરે મધ્યસ્થી કરીને મ્યુ. ફાઈનાન્સ બોર્ડે આ રકમ ભરીને શરતો મૂકી હતી. દર વર્ષે જે તે નગરપાલિકા વીજ બિલનાં નાણાં ભરપાઈ કરે તેના પ્રમાણપત્રના આધારે વિકાસકામોની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિજ બીલ ભરવામાં આળસ
આ નિર્ણય રાજ્યની 97 નગરપાલિકા માટે હતો, જેમાં કચ્છની પાંચ સુધરાઈનો સમાવેશ થતો હતો. નગરપાલિકા દ્વારા ખાસ કરીને પાણીના બોરના વીજ જોડાણ જે લેવામાં આવે છે, ત્યારે વપરાતી વીજળીની રકમ ભરપાઈ કરવામાં ભારે આળસ દાખવવામાં આવે છે. મુંદરા નગરપાલિકા ઓગસ્ટ-2020માં સ્થપાઈ છે. વરસ ત્રણ થયાં છે છતાં મુંદરા નગરપાલિકાના રૂા. 1.57 કરોડના લેણા બાકી છે. નગરપાલિકાની વીજ બિલ નહીં ભરવાની નીતિ સામે વીજતંત્ર પણ કમાલ છે કેમ કે, સામાન્ય ગ્રાહક જે પોતાનાં ઘર કે ઓફિસનું બિલ આવે છે તે નિયમિત ભરે છે, પરંતુ અમુક વર્ગ એવો છે જેને ખબર છે કે માફી મળી જશે એટલે બિલ ભરતા નથી. ન ભરનારાઓની સંખ્યા 10 ટકા કચ્છમાં છે.
જે બિલ ભરતા નથી તેને માફી મળે છે
પી.જી.વી.સી.એલ. કચ્છના બે સર્કલ પાસેથી મળેલા આંકડા જોતા એવું લાગે છે કે, નિયમિત બિલ ભરે છે તેને કોઈ પ્રોત્સાહન અપાતું નથી, પરંતુ જે નથી ભરતા તેને છેલ્લે માફી મળી જાય છે. ભુજ સર્કલના અધીક્ષક અમૃત ગરવાએ જણાવ્યું હતું કે, અમે નિયમિત બિલ ભરપાઈ કરે છે તેનાં ઘરે જઈ સન્માન કરીએ છીએ, પરંતુ માફીનો નિર્ણય તો ઊર્જા વિભાગનો હોય છે.
દોઢસો કરોડનું લેણું
ભુજ નગરપાલિકાનું લેણું રૂા. 33.30 કરોડ માંડવીના 5.57 કરોડ, મુંદરાના 1.57 કરોડ બાકી છે. સામાન્ય ગ્રાહકો જેની સંખ્યા ભુજ સર્કલમાં 58,621 છે. ઉપરાંત પાર્સલ વિભાગ, ગ્રામ પંચાયત મળીને 62 કરોડ બાકી છે. દર મહિને બિલ કેટલા બને છે ને ભરપાઈ કેટલી થાય છે એ અંગે જણાવ્યું કે, અમારી પાસે દોઢસો કરોડની આસપાસ બિલની રકમ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


