Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યપાલ બદલાયા

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)એ સ્વીકારી લીધું છે. કોશ્યારીની સાથે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા ફેરફારો કર્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા રા
દેશના 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યપાલ બદલાયા
Advertisement
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)એ સ્વીકારી લીધું છે. કોશ્યારીની સાથે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા ફેરફારો કર્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા રાજ્યપાલોની નિમણૂક કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને રમેશ બૈસ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનશે. 
આ રાજ્યોમાં નવા રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ આ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે, તેમાંથી લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મણપ્રસાદ આચાર્ય સિક્કિમના રાજ્યપાલ હશે. બીજી તરફ ઝારખંડના રાજ્યપાલના નામ માટે સીપી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગુલાબચંદ કટારિયા આસામના રાજ્યપાલ 
એ જ રીતે શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિસ્વા ભૂષણ હરિચંદન છત્તીસગઢના રાજ્યપાલ હશે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નિવૃત્ત જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર રહેશે. એ જ રીતે, સુશ્રી અનુસુયા ઉઇકેને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના રાજ્યપાલ 
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા રાજ્યપાલોમાં રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના રાજ્યપાલ હશે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. આ તમામ ગવર્નરોની નિમણૂકો તેઓ પોતપોતાના હોદ્દાનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે.

નવા રાજ્યપાલ
  • લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક- રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ
  •  લક્ષ્મણ પ્રસાદ આચાર્ય-રાજ્યપાલ, સિક્કિમ
  • સીપી રાધાકૃષ્ણન-રાજ્યપાલ, ઝારખંડ
  • શિવ પ્રતાપ શુક્લા-રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ
  • ગુલાબચંદ કટારિયા-રાજ્યપાલ, આસામ
  • નિવૃત્ત જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર-રાજ્યપાલ, આંધ્રપ્રદેશ
  • વિશ્વ ભૂષણ હરિચંદન-રાજ્યપાલ, છત્તીસગઢ
  • અનુસુયા ઉઇકેય-રાજ્યપાલ, મણિપુર
  • એલ. ગણેશન- રાજ્યપાલ, નાગાલેન્ડ
  • ફાગુ ચૌહાણ- રાજ્યપાલ, મેઘાલય
  • રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર-રાજ્યપાલ, બિહાર
  • રમેશ બૈસ- રાજ્યપાલ, મહારાષ્ટ્ર
  • બ્રિગેડિયર (નિવૃત્ત) બી.ડી. મિશ્રા-લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×