મહેસાણામાં પ્રાઇવેટ એવિએશન કંપનીઓએ વેરો જ ના ભર્યો
મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality) ને પોતાના હસ્તકનું એરપોર્ટ (Airport)નું સંચાલન કરવું ફળ્યું નથી. નગરપાલિકા સંચાલિત એરપોર્ટ પર પ્રાઇવેટ એવિએશન કંપનીઓને પાયલોટ ટ્રેનીંગ માટે ભાડે આપવામાં આવે છે પરંતુ એવિએશન કંપની વેરો નહીં ભરી વિવાદમાં જોવા મળવાની બે ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે.અગાઉની AAA એવિએશન નો પણ વેરો બાકીઅગાઉ AAA એવિએશન નામની ખાનગી પાઇલોટ ટ્રેનિંગ આપતી કંપનીને મહેસાણા નગરપાલિકાએ એ
Advertisement
મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality) ને પોતાના હસ્તકનું એરપોર્ટ (Airport)નું સંચાલન કરવું ફળ્યું નથી. નગરપાલિકા સંચાલિત એરપોર્ટ પર પ્રાઇવેટ એવિએશન કંપનીઓને પાયલોટ ટ્રેનીંગ માટે ભાડે આપવામાં આવે છે પરંતુ એવિએશન કંપની વેરો નહીં ભરી વિવાદમાં જોવા મળવાની બે ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે.
અગાઉની AAA એવિએશન નો પણ વેરો બાકી
અગાઉ AAA એવિએશન નામની ખાનગી પાઇલોટ ટ્રેનિંગ આપતી કંપનીને મહેસાણા નગરપાલિકાએ એરપોર્ટ ભાડા કારરથી આપેલ હતું જેનો મસ મોટો વેરો બાકી છે. જેના કારણે હાલમાં AAA કંપની ના પ્લેન સહિત અન્ય સમાનને પણ શીલ મારી દેવા માં આવ્યું હતું. જેનો વેરો ભરવા વારંવાર નોટિસ ફટકારી હોવા છતાં એનો પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
વેરો ના ભરતા વિવાદ
એરપોર્ટનું સંચાલન કરતી રાજ્ય સરકારની એજન્સી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા નગરપાલિકા ના એરપોર્ટ નું સંચાલન કરી બ્લ્યુ રે એવિએશન નામની પાઇલોટ ટ્રેનિંગ આપતી કંપનીને મહેસાણા રાધનપુર રોડ પર આવેલ એરપોર્ટ પાઇલોટ ટ્રેનિંગ માટે ભાડે આપેલ પરંતુ આ કંપનીએ પણ છેલ્લા બે વર્ષથી મહેસાણા નગરપાલિકાને ભરવાનો થતો વેરો રૂ 1.30 કરોડ નહીં ભરતા ફરી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
મહેસાણા નગરપાલિકા દ્વારા ગુજસેલને વેરાની વસુલાત માટે નોટિસ ફટકારી
મહેસાણા નગરપાલિકા માટે માથાના દુખાવા સમાન એરપોર્ટ નું સંચાલન ફળ્યું નથી પહેલા AAA અને હવે બ્લ્યુ રે એવિએશન કંપનીનો મસ મોટો વેરો નગરપાલિકાને આપવાનો બાકી નીકળી રહ્યો છે ત્યારે ફરી બ્લ્યુ રે કંપની અને ગુજસેલ ને લેખિત નોટિસ ફટકારી વેરો ભરવા કડકાઈ થી સૂચના આપવામાં આવતા ગુજસેલ પણ હવે હરકત માં આવ્યું છે.
ગુજસેલ નગરપાલિકાને વેરો ભરવા મુદત માંગી
મહેસાણા નગરપાલિકા નો છેલ્લા બે વર્ષથી વેરો ન ભરતી એરપોર્ટની સરકારી એજન્સી ગુજસેલ વેરો ભરવા પત્ર લખી નગરપાલિકા પાસે 45 દિવસના સમયની માગણી કરી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા તાજેતરમાં રૂપિયા 1.30 કરોડના બાકી વેરા માટે રાધનપુર ચાર રસ્તા નજીક એરપોર્ટનું સંચાલન કરતી રાજ્ય સરકારની એજન્સી ગુજસેલ કંપનીનો છેલ્લા બે વર્ષથી બાકી નીકળતો રૂપિયા 1.30 કરોડનો વેરો વસૂલવા પાલિકાએ 20 જાન્યુઆરીએ નોટિસ ફટકારી હતી જેને પગલે એજન્સીએ રાજ્ય સરકારમાં મંજૂરી માટે ફાઈલ સબમીટ કરવાની હોવાનું કારણ ધરી પાલિકા પાસે 45 દિવસનો સમયની માંગણી જરું છે. એરપોર્ટનું સંચાલન કરતી ગુજસેલ એજન્સી દ્વારા ખાનગી બ્લુરે એવીએશન કંપનીને પાયલોટની તાલીમ શાળા ચલાવવા એરપોર્ટ આપ્યું છે.
આ પણ વાંચો--રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના દરો થયા બમણા !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


