ધાર્મિક પર્વમાં બિભત્સ કૃત્ય! સુરતના વાયરલ વીડિયોથી લોકોમાં ગુસ્સો
Surat : નવરાત્રિના પાવન પર્વમાં ધાર્મિક આરાધનાના ઉત્સાહ વચ્ચે સુરતમાંથી વધુ એક બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લા બે દિવસમાં સુરતના નામે વાયરલ થયેલો આ બીજો વીડિયો છે, જેમાં અમુક અસામાજિક તત્વો માઁ અંબાના સ્થાનકની આગળ શરમજનક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ભક્તિ અને શક્તિની આરાધનાના આ પવિત્ર અવસરે ધાર્મિક સ્થળની ગરિમાને કલંકિત કરતી આ હરકતને કારણે સમાજમાં સખત નારાજગી ફેલાઈ છે. આ ઘટના અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે: શું આ રીતે માતાજીની આરાધના થાય? આરાધનાના પર્વમાં આવું બિભત્સ વર્તન કરવાનો હેતુ શું છે? આ કૃત્ય કરનારા લોકો આગામી પેઢીને કેવો સંદેશ આપવા માંગે છે? નવરાત્રિની ઓળખ ગરબા, આરતી અને સામૂહિક સંસ્કૃતિમાંથી છે, નહીં કે આવા અસામાજિક કૃત્યોથી. આ પ્રકારની વિકૃતિઓ પર સમાજે ગંભીરતાથી વિચાર કરવો અને કડક પગલાં લેવા જરૂરી છે, જેથી પવિત્ર પર્વની ગરિમા જળવાઈ રહે અને સંસ્કૃતિનું સન્માન થાય.
આ પણ વાંચો : Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral


