અમેરિકા બાદ હવે ફ્રાન્સમાં પણ ગોળીબાર, એક શખ્સનું મોત
સમગ્ર વિશ્વમાં ગોળીબારની ઘટના જાણે હવે સામાન્ય થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા બાદ હવે પેરિસના એક બારમાં ગોળીબાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બે હુમલાખોરોમાંથી એકને પોલીસે પકડી લીધો છે. આ ઘટના સોમવારે રાત્રે (સ્થાનિક સમય) ફ્રાન્સની રાજધાનીના 11માં àª
Advertisement
સમગ્ર વિશ્વમાં ગોળીબારની ઘટના જાણે હવે સામાન્ય થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા બાદ હવે પેરિસના એક બારમાં ગોળીબાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બે હુમલાખોરોમાંથી એકને પોલીસે પકડી લીધો છે.
આ ઘટના સોમવારે રાત્રે (સ્થાનિક સમય) ફ્રાન્સની રાજધાનીના 11માં એરોન્ડિસમેન્ટમાં બની હતી. સ્પૂટનિક ન્યૂઝ એજન્સીએ ડિસ્ટ્રિક્ટ મેયર ફ્રાન્કોઈસ વેગ્લિનને ટાંકીને આ સમાચાર આપ્યા છે. સ્થાનિક મેયર વેગ્લિને ગોળીબારની પુષ્ટિ કરી હતી અને હુમલાખોરોમાંથી એકની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ તબક્કે "આ બર્બર કૃત્યના કારણો જાણી શકાયા નથી." મેયરે કહ્યું કે, સાંજે ચિચા બારમાં ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. આ ઘટના બાદ રાષ્ટ્રીય પોલીસ ખૂબ જ સક્રિય છે અને બીજા હુમલાખોરને શોધી રહી છે.
મહત્વનું છે કે, રવિવારે સાંજે (સ્થાનિક સમય) યુએસના ઇન્ડિયાના મોલમાં ફૂડ કોર્ટમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં એક બંદૂકધારી સહિત ચાર લોકોના મોત થયા હતા. ગ્રીનવુડ પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ જિમ આઇસને જણાવ્યું હતું કે, "કુલ ચાર લોકો માર્યા ગયા અને બે ઘાયલ થયા છે.
Advertisement


