વડોદરા ઢોર પાર્ટી પર લાંચ અને કૌભાંડના આક્ષેપ
Vadodara : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે પશુ પકડવાની કાર્યવાહી દરમિયાન રૂપિયા લઈને પશુ છોડવામાં આવતાં હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
Advertisement
- વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી ફરી વિવાદમાં
- ઢોર પાર્ટી રૂપિયા લઈ પશુ છોડતી હોવાનું કૌભાંડ !
- ઢોર પાર્ટી અને પશુપાલક વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ
- કર્મચારીઓ જ પોતાની ટીમનું લોકેશન આપી વસૂલે છે ચાર્જ!
- પશુ નહી પકડવા 500થી 2000 રૂપિયા લેતા હોવાનો ઘટસ્ફોટ
- કર્મચારીઓને દારૂ પીવા પણ રૂપિયા આપતા હોવાનો ઉલ્લેખ
Vadodara : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે પશુ પકડવાની કાર્યવાહી દરમિયાન રૂપિયા લઈને પશુ છોડવામાં આવતાં હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. તાજેતરમાં ઢોર પાર્ટી અને પશુપાલક વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ ક્લિપમાં કર્મચારીઓ પોતાનું લોકેશન આપીને પશુ પકડવાનું ટાળવા બદલ 500 થી 2000 રૂપિયા વસૂલતા હોવાનો અને દારૂ પીવા માટે પણ રૂપિયા લેતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઘટનાથી વડોદરા કોર્પોરેશનની કાર્યશૈલી પર સવાલો ઊભા થયા છે અને તપાસની માંગ તેજ બની છે.
આ પણ વાંચો : Vadodara : રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ
Advertisement
Advertisement


