શું અમેરિકામાં ભારતીયો સુરક્ષિત નથી? જાણો શું થયું આ પરિવાર સાથે
અમેરિકાના કેલિફોર્નિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે અહીંના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી ત્રણ એક પરિવારના સભ્યો છે. અપહરણ કરાયેલા લોકોમાં એક 8 મહિનાની નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. પોલીસે અપહરણ કરનારાઓને ખતરનાક ગણાવ્યાન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય મૂળના લોકોના અપહરણનો આ મામલો કેલિફોર્નà
Advertisement
અમેરિકાના કેલિફોર્નિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે અહીંના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી ત્રણ એક પરિવારના સભ્યો છે. અપહરણ કરાયેલા લોકોમાં એક 8 મહિનાની નાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
પોલીસે અપહરણ કરનારાઓને ખતરનાક ગણાવ્યા
ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય મૂળના લોકોના અપહરણનો આ મામલો કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી સામે આવ્યો છે. અપહરણના આ મામલાની માહિતી આપતા મર્સિડ કાઉન્ટી શેરિફ કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની આઠ મહિનાની પુત્રી આરોહી અને 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસે અપહરણ કરનાર શકમંદોને સશસ્ત્ર અને ખતરનાક ગણાવ્યા છે. જોકે, આ અપહરણ પાછળનું મુખ્ય કારણ ખંડણી છે, તે પણ હજુ સ્પષ્ટ થયું નથી, કારણ કે હજુ સુધી અપહરણકારો દ્વારા કોઈ પણ માંગણીઓ કરવામાં આવી નથી.
911 પર કોલ કરવા જનતાને અપીલ
હજુ સુધી આ ઘટના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી, જોકે અધિકારીઓએ કહ્યું છે કે આ ચારેયનું સાઉથ હાઈવે 59ના 800 બ્લોકમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. આ જગ્યાએ ઘણા રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરાન્ટ છે. એક ન્યૂઝ અહેવાલ મુજબ અધિકારીઓએ હજુ સુધી શકમંદોના સંભવિત હેતુ વિશે કોઈ વિગતો આપી નથી. મર્સિડ કાઉન્ટી શેરિફ કાર્યાલયે કહ્યું કે અમે લોકોને શંકાસ્પદ વ્યક્તિ કે પીડિતાની નજીક ન જવા માટે કહી રહ્યા છીએ. તમે તેમને જોતાની સાથે જ 911 પર કૉલ કરો.
આ પહેલા પણ અપહરણના મામલા આવ્યા છે સામે
જણાવી દઈએ કે અમેરિકામાં ભારતીય લોકો વિરુદ્ધ અપરાધનો આ પહેલો મામલો નથી. વર્ષ 2019મા ભારતીય મૂળના એક એન્જિનિયરનું અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. તુષાર અત્રે નામનો આ એન્જિનિયર તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવકનું તેના કેલિફોર્નિયાના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.
Advertisement


