ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે કહ્યું - જે વાવ્યું હતું એવું જ લણવા મળે
- ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકાવવાનો મામલો
- ભાજપ નેતા શ્રધા રાજપૂત ની પ્રતિક્રિયા
- ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકાવવાની ઘટના ને અમે વખોડીએ છીએ
- સરકાર ઘટનાની તપાસ કરાવશે
- પરંતુ ગોપાલ ઇટાલિયાએ જ એક સમયે તત્કાલીન ગૃહમંત્રી પર જુતું ફેંક્યું હતું
- જે વાવ્યું હતું એવું જ લણવા મળે
- શ્રધા રાજપૂત, ભાજપ નેતા
આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની તાજેતરની ઘટનાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે, જેને પગલે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતે તીખી પ્રતિક્રિયા આપી છે. શ્રદ્ધા રાજપૂતે સૌપ્રથમ સ્પષ્ટતા કરી કે ભાજપ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને સરકારી સ્તરે તેની તપાસ કરાવવામાં આવશે, પરંતુ સાથે જ તેમણે AAPની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતની પ્રતિક્રિયા
તેમણે આરોપ લગાવ્યો કે AAPના નેતાઓ, જેમ કે અગાઉ અરવિંદ કેજરીવાલ દ્વારા પણ પોતાના પર શાહી ફેંકાવવાના કિસ્સા બન્યા છે, તે જ રીતે ઇટાલિયાએ પણ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જ આ સમગ્ર બનાવ કરાવ્યો હોવાની શક્યતા છે. વધુમાં, રાજપૂતે ઇટાલિયાના ભૂતકાળને યાદ કરાવતા કહ્યું કે, એક સમયે ઇટાલિયાએ પોતે તત્કાલીન ગૃહમંત્રી પર જુતું ફેંક્યું હતું અને આજે તેમની સાથે આવો બનાવ બન્યો છે, જે દર્શાવે છે કે "જે વાવ્યું હતું એવું જ લણવા મળે" છે. આમ, ભાજપ દ્વારા આ ઘટનાને વખોડવાની સાથે ઇટાલિયાના જુના કૃત્યને જોડીને આ સમગ્ર પ્રકરણને રાજકીય ડ્રામા ગણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gopal Italia : જામનગરની સભામાં ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકીય ગરમાવો!


