સહકારી નેતા દિલીપ સંઘાણીએ રાહત પેકેજને લઈને આપ્યું નિવેદન
- સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને દિલીપભાઈ સંઘાણીએ આવકાર્યું
- સહકારી નેતા દિલીપ સંઘાણીએ રાહત પેકેજને લઈને આપ્યું નિવેદન
- પાક નુકસાનને લઈને ખેડૂતો મુશ્કેલીની સ્થિતિમાં હતા: સંઘાણી
- ટૂંકા સમયમાં સર્વે અને ત્યારબાદ રાહત પેકેજ જાહેર કર્યું: સંઘાણી
- ઐતિહાસિક 10 હજાર કરોડ જાહેર કરવામાં આવ્યું: સંઘાણી
- આ રાહત પેકેજથી ખેડૂતોને રાહત મળશે: સંઘાણી
Gujarat Relief Package : રાજ્ય સરકાર દ્વારા કમોસમી પાક નુકસાનને ધ્યાને રાખીને ખેડૂત સમાજ માટે 10 હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રાહત મળશે તેવી અપેક્ષા છે.
સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે, પાક નુકસાનને કારણે ખેડૂતો મુશ્કેલીની સ્થિતિમાં હતા અને ટૂંકા સમયમાં સર્વે કરી, બાદમાં સરકાર દ્વારા આ પેકેજ જાહેર કરાયું. સંઘાણી અનુસાર, પેકેજની કામગીરી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તરત જ ખેડૂતો સુધી સહાય પહોંચાડવાની તૈયારી છે. વધુમાં, મગફળી સહિતના દર્શાવેલા જણસ માટે 15 હજાર કરોડના બજાર ખરીદી પેકેજ પણ શરૂ કરવામાં આવ્યું છે અને રાજ્યના 22 જિલ્લાઓમાં ખરીદીની કામગીરી માટે જુદા જુદા અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. સંઘાણીનો વિશ્વાસ છે કે આ પેકેજથી ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે અને ખેડૂત સમાજને સતત પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો : સુરતથી ભાવનગર સુધી ખેડૂતોમાં નારાજગી! કહ્યું - આ પેકેજથી ઉદ્ધાર થવાનો નથી


