રાતોરાત જંત્રી બમણી કરવા મામલે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી, સોમવારે CMને કરાશે રજૂઆત
શનિવારે એકાએક જંત્રી બમણી કરી દેવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને સોમવારથી તે અમલી થનાર છે ત્યારે બિલ્ડર આલમમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ તેજસ જોશી નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારે કરેલો એકાએક ભાવ વધારો આયોગ્ય છે. પહેલી મે સુધી સમય આપવા સરકારમાં રજૂઆત કરાશે. જંત્રીમાં એકાએક ભાવ વધારાને પગલે ક્રેડાઈ ગાહેડ અમà
Advertisement
શનિવારે એકાએક જંત્રી બમણી કરી દેવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને સોમવારથી તે અમલી થનાર છે ત્યારે બિલ્ડર આલમમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ તેજસ જોશી નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારે કરેલો એકાએક ભાવ વધારો આયોગ્ય છે. પહેલી મે સુધી સમય આપવા સરકારમાં રજૂઆત કરાશે.
જંત્રીમાં એકાએક ભાવ વધારાને પગલે ક્રેડાઈ ગાહેડ અમદાવાદ અને ગુજરાતની તમામ સિટીના પ્રતિનિધિઓની અર્જન્ટ મીટીંગ રવિવારે બોલાવવામાં આવી હતી. બિલ્ડરોનું કહેવું છે કે એકાએક ભાવ વધારાને કારણે અનેક વિસંગતતાઓ ઊભી થઈ છે. નાના માણસો માટે પોતાનું ઘર ખરીદવું સપનું બની જશે. ડેવલોપર્સ અને ગ્રાહકો વચ્ચે પણ ભાવ વધારાને કારણે ઘર્ષણ સર્જાશે. ક્રેડાઈ ગાહેડના પ્રમુખ તેજસ જોષી એ કહ્યું કે સાયન્ટિફિક રીતે ભાવ વધારો, સમય મર્યાદા આપી કરવો જરૂરી છે. રાતોરાત ભાવ વધારો આયોગ્ય છે. આજની મીટીંગ બાદ આવતીકાલે સવારે મુખ્યમંત્રી ને એસોસીએશન વતી રાતોરાત જંત્રીમાં કરવામાં આવેલ ભાવ વધારો અને તેને કારણે સર્જાયેલી વિવિધ સંગતતાઓને લઈને રજૂઆત કરાશે.
સરકારે એકાએક જંત્રી બમણી કરી અને પરિપત્ર જાહેર કર્યો તેને લઈને રાજ્યભરના બિલ્ડીંગ એસોસિયેશનમાં નારાજગી જોવા મળી રહી છે. મહત્વનું છે કે અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે અને ગ્રાહકોએ પોતાના મકાનો બુક કરાવી લીધા છે. ત્યારે એકાએક જંત્રીમાં થયેલા ભાવ વધારાએ ડેવલોપર્સ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણનો માહોલ પણ ઉભો કરી દીધો છે. રેરા સાથેના કોમ્પલાઇન્સ તથા અન્ય કામો પણ આના કારણે અટકી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી જણાવે છે કે ફર્સ્ટ મેં સુધી સરકારે મુદત આપવી જોઈતી હતી રાતોરાત ભાવ વધારો કર્યો તે યોગ્ય નથી આના કારણે અનેક વિસંગતતાઓ સર્જાઈ છે અને પરિણામે એક સામાન્ય માણસે પોતાના ઘરનું ઘરનું સપનું સપનું બનીને રહી જશે. જેમણે મકાનો બુક કરાવ્યા છે તેમણે એકાએક જંત્રીમાં થયેલા વધારાને કારણે તેનું બજેટ ખોરવાશે અને તેણે વધારે રકમ ચૂકવવા તૈયાર રહેવું પડશે પરિણામે બજેટ ખોરવાશે અને સોદા રદ થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.
ક્રેડાઈ ગાહેડ સાથે સંકળાયેલા વિવિધ બિલ્ડર એસોસિયસનો આવતીકાલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરશે
વર્ષ 2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. હાલમાં પાંચ ટકા લેખે જંત્રી લેવામાં આવતી હતી.નિષ્ણાંતોના મતે દર વર્ષે જંત્રીના ભાવમાં વધારો થવો જોઈએ પરંતુ છેલ્લા 12 વર્ષથી ભાવ વધારો અમલી બન્યો ન હતો તેને લઈને સરકારમાં અવારનવાર રજૂઆત કરી હોવાનું પણ પ્રેસિડેન્ટ તેજસ જોશી એ જણાવ્યું હતું. અંતે સરકારે રાતોરાત જંત્રી નો ભાવ બમણો કરી દેવાતા બિલ્ડરો બારે હાલાકીમાં મુકાયા છે. આના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધવાની છે અને પરિણામે પ્રજાને ભાવનો બોજો પણ પડશે.
સરકારે જંત્રી ડબલ કરી સાથે સાથે તેના અમલીકરણમાં મોટી ઉતાવળ કરી હોવાનું પણ તેમને જણાવ્યું હતું. બિલ્ડર એસોસિએશન વતી રજૂઆત કરવામાં આવશે કે સરકાર મુદત વધારી આપે જંત્રી અમલીકરણ માટેની જેથી પ્લાન પાસ કરવા દસ્તાવેજો ના કામ તથા અન્ય વ્યવહારો પૂરા કરી શકાય અને પરિણામે ગ્રાહકો અને ડેવલોપર્સ વચ્ચે ઘર્ષણ પણ અટકે જો સમય વધારી આપવામાં આવે તો પ્રજાને નુકસાન નહીં થાય. જે વ્યવહાર પુરા કરવાના છે તે થઈ જશે અને તેના કારણે ઉભી થતી તકલીફોમાં પણ મોટી રાહત મળશે. નહિતર ગુજરાતનો વિકાસ થંભી જશે તેમાં કોઈ બે મત નથી.
આ પણ વાંચોઃ રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના દરો થયા બમણા !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


