Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat BJP office fight : બે કાર્યકરોને નોટિસ, એક સામે પોલીસ ફરિયાદ

Surat BJP office fight : સુરતના ભાજપ કાર્યાલય ખાતે સત્તાધારી પક્ષના બે કાર્યકરો વચ્ચે થયેલી મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ગરમાયો છે.
Advertisement

Surat BJP office fight : સુરતના ભાજપ કાર્યાલય ખાતે સત્તાધારી પક્ષના બે કાર્યકરો વચ્ચે થયેલી મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ગરમાયો છે. ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કોઈક બાબતે ઉગ્ર દલીલબાજી થયા બાદ છુટાહાથની મારામારી થઈ હતી.

આ શરમજનક ઘટનાને પગલે, ભાજપના પ્રમુખે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને કાર્યકરોને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસની અંદર આ સમગ્ર ઘટના અંગે પોતાનો લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. આંતરિક શિસ્ત ભંગના આ મામલાની ગંભીરતા વચ્ચે, મારામારીમાં સંડોવાયેલા શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેના કારણે હવે આ રાજકીય વિવાદ કાયદાકીય માર્ગે પણ આગળ વધ્યો છે.

Advertisement

આ પણ વાંચો :   Surat BJP : સુરત ભાજપ પાર્ટી કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી!

Advertisement

Tags :
Advertisement

.

×