Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકમાં એકવાર ફરી શરૂ થયો હિજાબ વિવાદ, ધરણા પર બેઠા વિદ્યાર્થીઓ

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શાળાઓ અને કોલેજોમાં બુરખા પર પ્રતિબંધને યથાવત રાખ્યાના આદેશને હવે લગભગ એક મહિના બાદ, કર્ણાટકમાં હિજાબ વિવાદ એકવાર ફરી ઉભો થયો છે. મેંગલુરુમાં યુનિવર્સિટીના કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ ડેપ્યુટી કમિશનરની ઓફિસની મુલાકાત લીધી અને તેમને એક મેમોરેન્ડમ સુપ્રત કર્યું અને વર્ગોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી. ડિગ્રી કોલેજે 16 માર્ચે કેમ્પસની અંદર હિજાબ અàª
કર્ણાટકમાં એકવાર ફરી શરૂ થયો હિજાબ વિવાદ  ધરણા પર બેઠા વિદ્યાર્થીઓ
Advertisement
કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શાળાઓ અને કોલેજોમાં બુરખા પર પ્રતિબંધને યથાવત રાખ્યાના આદેશને હવે લગભગ એક મહિના બાદ, કર્ણાટકમાં હિજાબ વિવાદ એકવાર ફરી ઉભો થયો છે. મેંગલુરુમાં યુનિવર્સિટીના કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ ડેપ્યુટી કમિશનરની ઓફિસની મુલાકાત લીધી અને તેમને એક મેમોરેન્ડમ સુપ્રત કર્યું અને વર્ગોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી. ડિગ્રી કોલેજે 16 માર્ચે કેમ્પસની અંદર હિજાબ અથવા હેડસ્કાર્ફ પર પ્રતિબંધ જારી કર્યો હતો.
કર્ણાટકમાં હવે હિજાબનો વિવાદ શરૂ થયો છે. આ અંગે કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, 44 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાઈકોર્ટના આદેશ બાદ પણ હિજાબ પહેરીને યુનિવર્સિટીમાં ક્લાસમાં હાજરી આપી રહી છે. હંગામો વધ્યા બાદ યુનિવર્સિટીએ નવો આદેશ જારી કર્યો છે. નવા આદેશ અનુસાર, વિદ્યાર્થીનીઓએ ક્લાસમાં આવવા માટે તેમના હિજાબ ઉતારવા પડશે. 
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીઓ ઈચ્છે તો મહિલા રેસ્ટરૂમમાં હિજાબ ઉતારી શકે છે. યુનિવર્સિટીએ નોટિસમાં કહ્યું છે કે, વર્ગખંડમાં યુનિફોર્મ સિવાય બીજું કંઈ પહેરી શકાય નહીં. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ ફાતિમા નામની વિદ્યાર્થીનીએ કહ્યું છે કે, "કોર્ટના નિર્ણય પછી કંઈ પણ થયું નથી, અમે શાંતિપૂર્વક પરીક્ષા લખી હતી. પરંતુ અમને તાજેતરમાં હિજાબ વગર ક્લાસમાં હાજરી આપવા માટે બિનસત્તાવાર નોંધ મળી હતી. અમે હાઈકોર્ટના આદેશ સાથે પ્રિન્સિપાલ પાસે ગયા અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તે લાચાર છે. વીસીએ પણ એવું જ કહ્યું." મેંગલોર યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુવારે ક્લાસમાં હિજાબ પહેરવા સામે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના આદેશનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોલેજની ટીકા કરી હતી. કર્ણાટકમાં હિજાબનો વિરોધ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થયો હતો, જ્યારે રાજ્યના ઉડુપી જિલ્લામાં એક સરકારી કન્યા કોલેજની કેટલીક વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને હિજાબ પહેરવા બદલ ક્લાસમાં જવાથી રોકવામાં આવી હતી.
Tags :
Advertisement

.

×