વાયરલ વિડીયો કેસમાં યુવતીનો બોયફ્રેન્ડ કરી શકે છે ચોંકાવનારા ખુલાસા
મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં વાયરલ વિડીયો કેસમાં કોલેજના તમામ વર્ગો 6 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. રવિવારે રાત્રે પણ વિદ્યાર્થીઓએ ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ કોલેજ પ્રશાસનના આશ્વાસન બાદ રાત્રે દોઢ વાગે વિદ્યાર્થીઓ શાંત થયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ ધરણાના સ્થળને છોડી દીધું હતું પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જ બેસી રહ્યા હતા. આ ઘટના બાદ હોસ્ટેલના તમામ વોàª
Advertisement
મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં વાયરલ વિડીયો કેસમાં કોલેજના તમામ વર્ગો 6 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. રવિવારે રાત્રે પણ વિદ્યાર્થીઓએ ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ કોલેજ પ્રશાસનના આશ્વાસન બાદ રાત્રે દોઢ વાગે વિદ્યાર્થીઓ શાંત થયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ ધરણાના સ્થળને છોડી દીધું હતું પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જ બેસી રહ્યા હતા. આ ઘટના બાદ હોસ્ટેલના તમામ વોર્ડનની બદલી કરવામાં આવી રહી છે. આ સાથે હોસ્ટેલનો સમય પણ બદલાયો છે.
જોકે, યુનિવર્સિટી પ્રશાસને આરોપી MBA સ્ટુડન્ટે અન્ય યુવતીઓના વિડીયો પણ બનાવ્યા હોવાની વાતનો સતત ઇન્કાર કર્યો હતો. પોલીસ પણ આ વાતને નકારી રહી છે. આ મામલામાં નોંધાયેલી FIRની નકલ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. વિરોધ દરમિયાન શનિવારે બેહોશ થઈ ગયેલી વિદ્યાર્થીનીને પણ વિદ્યાર્થીઓ સામે રજૂ કરાઇ હતી. પંજાબ પોલીસે શિમલા પોલીસની મદદથી શિમલામાંથી તેના મિત્ર સહિત 2 યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કેસમાં આરોપી યુવતી, તેના પ્રેમી અને તેના મિત્ર સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
આ મામલો 17 સપ્ટેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે હોસ્ટેલની યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે એક વિદ્યાર્થીનીએ ઘણી ગર્લ સ્ટુડન્ટ્સનો વિડીયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલી દીધો હતો. ઘટનાના પગલે ભારે હોબાળો મચ્યો હતો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતાં તેનો બોયફ્રેન્ડ શિમલામાં રહેતો હોવાની માહિતી મળી હતી.
યુનિવર્સિટીમાં રવિવારે દિવસભર હજારો વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પંજાબ પોલીસે શિમલા પોલીસની મદદ લઇને શિમલામાંથી યુવતની બોયફ્રેન્ડને ઝડપી લીધો હતો. હવે આ કેસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે તેવી આશાએ બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોયફ્રેન્ડની ધરપકડ પછી, 18 સપ્ટેમ્બરની રાત્રે, પોલીસે શિમલામાં 31 વર્ષીય યુવકને કસ્ટડીમાં લીધો હતો. આ વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
દરમિયાન યુનિવર્સિટી પ્રશાસન દાવો કરી રહ્યું છે કે આરોપી વિદ્યાર્થીનીએ માત્ર તેનો વિડીયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલ્યો છે. આ સિવાય કોઈપણ વિદ્યાર્થીનીનો વિડીયો બનાવવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે જ્યારે કશું થયું નથી તો બે દિવસથી યુનિવર્સિટી કેમ બંધ છે.
યુનિવર્સિટી વહીવટીતંત્રે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સમાધાન કરવા વિનંતી કરી હતી.આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ આ દાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. શનિવારે જ્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે બળનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો, એમ તેમણે જણાવ્યું હતું. તેમને એફઆઈઆરની કોપી કેમ ન આપવામાં આવી? વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે આત્મહત્યાના કિસ્સાઓ છુપાવવામાં આવી રહ્યા છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીઓ કોણ છે? તે બહાર આવવું જોઈએ.


