ચોકલેટની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, બોટાદમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ
અંકલેશ્વર GIDC પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા નરાધમ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસઅંકલેશ્વર GIDC વિસ્તારમાં બાજુમાં રહેતી 12 વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે 10 રૂપિયા આપ્યા હતા અને રૂમમાં લઈ જઈ બાળકીના પગ બાંધી દીધ
Advertisement
અંકલેશ્વર GIDC પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા નરાધમ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
અંકલેશ્વર GIDC વિસ્તારમાં બાજુમાં રહેતી 12 વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે 10 રૂપિયા આપ્યા હતા અને રૂમમાં લઈ જઈ બાળકીના પગ બાંધી દીધા હતા. બાદમાં બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. નરાધમ બાળકી પર દુષ્કર્મ આચારે તે પૂર્વે જ બાળકીની માતા પહોંચી ગઈ હતી અને બાળકીને મુક્ત કરાવી હતી. બનાવની જાણ થતાની સાથે જ GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે રોહિત શંભુ ઠાકોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો, અપહરણ સહિતની એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ
બોટાદમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. બોટાદ પંથકની માનસિક દિવ્યાંગ યુવતીને રીક્ષામાં અને અવાવરુ જગ્યાએ લઈ જઈ ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું અને બે આરોપીઓએ અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપી ઈદરીશ સંધી, સવલત સંધી, સાહિલ સંધીએ દુષ્કર્મ આચર્યુ અને અલ્તાફ ઘાંચી અને ઉઝેફા ખાટકીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યાં અંગેનો ગુન્હો પોલીસે નોંધી તપાસ શરૂ કરી.


