Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો શિયાળામાં હળદર ખાવાના ફાયદા, જે તમને સ્વસ્થ રાખશે

શિયાળા (Winter)માં ઠંડીથી રાહત ફક્ત ગરમ કપડાંથી નહિ પણ ઘણી આવી વસ્તુઓ છે જે ફક્ત શિયાળામાં મળે છે અને તેના અઢળક ફાયદા છે. આજે જાણીશું એવી કઈ વસ્તુઓ જે ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય છે અને તમારી ત્વચાથી લઇ તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. આજે વાત કરીશું શિયાળામાં મળતી લીલી અને આંબા હળદર (Turmeric)ની જેના ઘણા ફાયદા છે. જેનાથી શિયાળામાં તમે સ્ફૂર્તિ અનુભવશો તો આવો જાણીયે કેવા ઘરગથ્થું ઉપાયોથી àª
જાણો શિયાળામાં હળદર ખાવાના ફાયદા  જે તમને સ્વસ્થ રાખશે
Advertisement
શિયાળા (Winter)માં ઠંડીથી રાહત ફક્ત ગરમ કપડાંથી નહિ પણ ઘણી આવી વસ્તુઓ છે જે ફક્ત શિયાળામાં મળે છે અને તેના અઢળક ફાયદા છે. આજે જાણીશું એવી કઈ વસ્તુઓ જે ખાવાથી શિયાળામાં તંદુરસ્ત રહેવાય છે અને તમારી ત્વચાથી લઇ તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. આજે વાત કરીશું શિયાળામાં મળતી લીલી અને આંબા હળદર (Turmeric)ની જેના ઘણા ફાયદા છે. જેનાથી શિયાળામાં તમે સ્ફૂર્તિ અનુભવશો તો આવો જાણીયે કેવા ઘરગથ્થું ઉપાયોથી તમે ઠંડી માં સ્વસ્થ રહી શકો છો.
હળદરથી અનેક ફાયદા
શિયાળામાં મળતી હળદર તમારી ત્વચાથી લઇ અને તમારી હેલ્થને ઘણા ફાયદા કરે છે. હળદરને એક શ્રેષ્ટ ઔષધ ગણવામાં આવે છે. શિયાળામાં મળતી આંબા હળદર કે જેનું  શાક બનાવી ને સેવન કરવામાં આવે છે. સાથે જ લીલી હળદરનું શાક પણ લોકો વધુ પસંદ કરે છે. 
બે પ્રકારની હળદર
આ હળદરના પણ બે પ્રકાર  હોય છે. એક આંબા હળદર જે સફેદ હોય છે અને બીજી લીલી હળદર જે રંગમાં પીળી હોય છે. બંને હળદર શિયાળામાં સેવન સૂકી હળદરથી પણ શ્રેષ્ટ ગણવામાં આવે છે..આ હળદરમાં એન્ટીઓક્સીડેંટ્સ, એન્ટીવાઇરલ ,એન્ટિબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીકાર્સીનોજેનિક અને  એન્ટીફ્લામેટરી પણ રહેલી છે. આ હળદર ખાવાથી અઢળક ફાયદા તમારી હેલ્થને થાય છે.
હિમોગ્લોબીનમાં વધારો થાય છે
લીલી હળદરમાં ખુબજ આર્યન હોય છે. જે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. જે ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
હાર્ટ માટે ખુબ જ ફાયદો થાય છે 
હાર્ટ ને હેલ્થી રાખવા માટે હળદર ખાવી જોઈએ.જેથી હાર્ટની મોટી બીમારી જેવી કે બ્લડપ્રેશર અને હાર્ટડિસીઝ સામે રક્ષણ મળી રહેશે.

ફાયબરથી ભરપૂર હોય છે હળદર
હળદર એ ફાયબર યુક્ત અને પૌષ્ટિક આહાર છે.જેના સેવન થી તમારી પેટને લગતી બીમારી દૂર થાય છે સાથોસાથ તમારી પાચન શક્તિ પણ વધે છે.

આ ઉપરાંત હળદરના ઘણા ફાયદા છે
હળદર તમારા શરીર ના ખરાબ ટોક્સિનને બહાર કાઢવામાં મદદ  કરે છે 
હળદર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે 
હળદર શરીર માટે ગરમ માનવામાં આવે છે જેથી ઠંડીમાં તેનું સેવન થાય છે.
લીલી હળદર શરીરના કોઈ પણ ભાગમાં થયેલા ઇન્ફેક્શનને દૂર કરે છે
લીલી હળદર તમારી ત્વચાની અંદરથી શુદ્ધિ કરે છે
આમ હળદર તમારી સ્વસ્થ માટે આટલી ગુણકારી છે કે તેના ફાયદા ઘણા છે.જેથી તમારે પણ જો તંદુરસ્ત રહેવું હોય તો તમારા ભોજનમાં હળદર અવશ્ય ખાવી જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×