કોહલીએ રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને બાંગ્લાદેશ (India-Bangladesh) વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર 12 મેચ વિરાટ કોહલી માટે ઐતિહાસિક બની છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે એડિલેડમાં રમાનારી મહત્વપૂર્ણ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેચમાં 16 રન બનાવી શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.કોહલીએ તોડ્યો વિરાટ રેકોર્ડઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા
Advertisement
ભારત અને બાંગ્લાદેશ (India-Bangladesh) વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર 12 મેચ વિરાટ કોહલી માટે ઐતિહાસિક બની છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે એડિલેડમાં રમાનારી મહત્વપૂર્ણ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેચમાં 16 રન બનાવી શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
કોહલીએ તોડ્યો વિરાટ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં શાનદાર ફોર્મમાં જઈ રહેલા વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મહેલા જયવર્દનેને પાછળ છોડીને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ માત્ર 23 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીના આ મેચ પહેલા 1001 રન હતા અને તે મહેલા જયવર્દનેથી માત્ર 16 રન પાછળ હતો. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વિકેટ વહેલી પડી ગઈ હતી, ત્યારબાદ કોહલી વહેલો બેટિંગ કરવા ઉતર્યો હતો અને તેણે આવતાની સાથે જ શોટ રમીને આ સિદ્ધિ મેળવી હતી.
સૌથી ઝડપી બનાવ્યા 1000 રન
આ પહેલા વિરાટ કોહલીએ સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મહેલા જયવર્દનેએ T20 વર્લ્ડ કપમાં 25 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 23 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા, તેણે આ મેચમાં 1000 રન પૂરા કરવાનો આંકડો પાર કર્યો હતો અને તે સૌથી ઝડપી હાંસલ કરનાર ખેલાડી પણ બન્યો હતો.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
1017* - વિરાટ કોહલી (23)
1016 – મહેલા જયવર્દને (31)
965 – ક્રિસ ગેલ (31)
921* - રોહિત શર્મા (34)
897 – તિલકરત્ને દિલશાન (34)
વિરાટ કોહલી વર્ષ 2022મા સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનોમાંનો એક છે. કોહલીએ આ વર્ષે T20I ક્રિકેટમાં 600થી વધુ રન બનાવ્યા છે. તેનાથી માત્ર સૂર્યકુમાર, મોહમ્મદ રિઝવાન અને સિકંદર રઝા જ આગળ છે.
2022મા સૌથી વધુ T20I રન
942- સૂર્યકુમાર યાદવ
888- મોહમ્મદ રિઝવાન
701- સિકંદર રઝા
666- વિરાટ કોહલી
646- પથુમ નિસંકા
પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે શાનદાર ઇનિંગ્સ રમી
મહત્વનું છે કે, વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં જ પાકિસ્તાન સામે 82 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે જ ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. વળી, તેણે નેધરલેન્ડ સામે 62 રન બનાવ્યા અને ટીમને સન્માનજનક ટોટલ તરફ લઈ ગયો હતો. વળી આજે બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે 64 રન બનાવ્યા છે.
Advertisement


