Home » T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચશે આ બે ટીમો, ઓસ્ટ્રેલિયાનું પહોંચવું મુશ્કિલ
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચશે આ બે ટીમો, ઓસ્ટ્રેલિયાનું પહોંચવું મુશ્કિલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
94
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) સુપર-12ની મેચ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. આ સ્પર્ધાની ફાઈનલ 13 નવેમ્બરે રમાવાની છે તે પહેલા ભારતની પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજે T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચનારી ટીમોને લઈને ભવિષ્યવાણી કરી છે.
મિતાલી રાજે કરી ભવિષ્યવાણી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અને ઓપનર મિતાલી રાજે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહોંચનારી ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. મિતાલીના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ સાથે મિતાલીએ કહ્યું કે, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની કોઈપણ ટીમ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચશે નહીં. મિતાલીએ કહ્યું, “સેમિફાઇનલ માટે મારી ભવિષ્યવાણી છે કે, ગ્રુપ 2માંથી ભારત અને દક્ષિણ આફ્રિકા છે, જ્યારે ગ્રુપ 1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની એક ટીમ સેમીફાઇનલમાં પહોંચશે.
આ બંને ટીમો વચ્ચે ફાઇનલ રમાશે
મિતાલી રાજે સ્ટાર સ્પોર્ટ્સ પર ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે, T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા હશે તેમા કોઇ શંકા જ નથી, જ્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ હશે. આ પહેલા સૌરવ ગાંગુલીએ પણ આવો જ દાવો કર્યો છે કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચશે.
ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત નોંધાવવી પડશે
જો આપણે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ના સુપર 12 રાઉન્ડમાં ગ્રુપ 1 પર નજર નાખીએ તો અહીં સેમીફાઈનલની લડાઈ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. આ ગ્રુપમાં પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહેલ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અનુક્રમે 5-5 પોઈન્ટ્સ સમાન છે. જોકે, નેટ રનરેટમાં ઘણો ફેરફાર છે. ત્રણેય ટીમોએ વધુ એક મેચ રમવાની છે. ખાસ વાત એ પણ છે કે આ ત્રણ ટોચની ટીમોની છેલ્લી મેચો તેમના કરતા નબળી ટીમની સામે છે. પરંતુ તે પહેલા યજમાન ઓસ્ટ્રેલિયા માટે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. મહત્વનું છે કે, જે સમીકરણો બની રહ્યા છે તે મુજબ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત નોંધાવવી પડશે અથવા તો ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે હારી જશે. આ બે સ્થિતિમાં જ ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકશે. આવી સ્થિતિમાં શુક્રવારે અફઘાનિસ્તાન સામેની તેની મેચ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કેપ્ટન એરોન ફિન્ચ આયર્લેન્ડ સામેની મેચ બાદ ઈજાગ્રસ્ત
આ મેચ પહેલા ટીમ સામે હવે વધુ એક મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. એડમ ઝમ્પા અને મેથ્યુ વેડ કોરોનાથી સંક્રમિત થયા બાદ ટીમ પહેલેથી જ પરેશાન હતી. જે બાદ ટીમની સામે બીજી સમસ્યા ઉભી થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, આ વર્લ્ડ કપમાં બેટથી સતત રન બનાવનાર કેપ્ટન એરોન ફિન્ચ આયર્લેન્ડ સામેની મેચ બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. આ સિવાય શ્રીલંકા અને આયર્લેન્ડ સામેની મેચમાં પોતાના બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપનાર માર્કસ સ્ટોઈનિસ અને મિડલ ઓર્ડરમાં જોરશોરથી બેટિંગ કરનાર ટિમ ડેવિડ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. એટલે કે કાંગારૂ ટીમ હાલમાં પોતાની મોટી મેચ પહેલા મોટી મુશ્કેલીમાં છે. વળી, આ સમસ્યા વચ્ચે, ઘણા સમયથી બેન્ચ પર બેઠેલા અનુભવી ખેલાડી સ્ટીવ સ્મિથ પ્લેઇંગ 11મા પરત ફરવાના અહેવાલો છે.
ટીમ ઈન્ડિયાની 2 મેચ બાકી
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં ટીમ ઈન્ડિયાની હજુ બે મેચ બાકી છે, જેમાં આજે એડિલેડના મેદાન પર ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે મોટી મેચ રમાશે. કેપ્ટન રોહિત શર્માના ખેલાડીઓ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે મેદાનમાં ઉતરશે. આ બંને ટીમો સામે ટીમ ઈન્ડિયાએ જીતવું ખૂબ જ જરૂરી છે.
ભારત ગ્રુપ 2મા છે બીજા સ્થાને
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલી મિતાલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં કોમેન્ટ્રી કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા વિશ્વકપમાં ભારત અત્યાર સુધી ત્રણ મેચ રમી ચૂક્યું છે. જેમાં ભારતીય ટીમે 2 મેચ જીતી છે જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ભારત ત્રણ મેચમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા ત્રણ મેચમાં 5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. હવે ભારતની ચોથી મેચ 2 નવેમ્બરે એટલે કે આજે બાંગ્લાદેશ સામે થવાની છે.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકા સામેની હારને ભૂલી આજે ટીમ ઈન્ડિયા જીતના ટ્રેક પર પરત ફરવાનો કરશે પ્રયત્ન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject