સ્પાઈસ જેટમાં એર હોસ્ટેસને ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ, શખ્સની ધરપકડ
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ એટેન્ડન્ટ્સ, પાઈલટ અને કેબિન ક્રૂ સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પેશાબ કાંડ હજુ શાંત પણ થયો નથી કે વધુ એકવાર ફ્લાઈટમાં લડાઈનો વીડિયો સામે આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઇ રહેલી સ્પાઈસ જેટમાં બે મુસાફરો દ્વારા ખરાબ વર્તણૂક કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમા એક મુસાફàª
Advertisement
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ એટેન્ડન્ટ્સ, પાઈલટ અને કેબિન ક્રૂ સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પેશાબ કાંડ હજુ શાંત પણ થયો નથી કે વધુ એકવાર ફ્લાઈટમાં લડાઈનો વીડિયો સામે આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઇ રહેલી સ્પાઈસ જેટમાં બે મુસાફરો દ્વારા ખરાબ વર્તણૂક કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમા એક મુસાફર કેબિન ક્રૂ પર બૂમો પાડતા જોવા મળે છે.
મુસાફર પર આરોપ, મહિલા ક્રૂ મેમ્બરને અયોગ્ય રીતે કર્યો સ્પર્શ
એર ઈન્ડિયા, ગો ફર્સ્ટ એરલાઈન બાદ હવે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એર હોસ્ટેસની સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સોમવારે બની હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી. હવે આ કેસમાં દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ મહિલા ક્રૂ સાથે વાત કરતો જોવા મળે છે. જેમાં મહિલા ક્રૂ તે શખ્સને અન્ય મહિલા ક્રૂ વિશે કહી રહી છે કે તે રડી રહી છે. મુસાફર પર આરોપ છે કે તેણે મહિલા ક્રૂ મેમ્બરને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો છે. આ અંગે એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વિમાનમાં સવાર આ મુસાફરે એરક્રાફ્ટની મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદ આ મુસાફર અને તેની સાથે મુસાફરી કરી રહેલા તેના સહ યાત્રીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. એરલાઈને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે 23 જાન્યુઆરીએ દિલ્હીથી હૈદરાબાદની ફ્લાઈટમાં સવાર થઈને એક મુસાફરે મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરી હતી.
મુસાફરની ઓળખ દિલ્હીના અબસાર આલમ તરીકે થઈ છે
મુસાફરની ઓળખ દિલ્હીના જામિયા નગરના રહેવાસી અબસાર આલમ તરીકે થઈ છે. તે પરિવાર સાથે હૈદરાબાદ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન આલમે મહિલા ક્રૂ મેમ્બર સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. સ્પાઈસ જેટની સુરક્ષા અને પીસીઆર (પોલીસ કંટ્રોલ રૂમ)ના કર્મચારીઓ દ્વારા તેમને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આલમ વિરુદ્ધ IGIA (ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ) પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354A (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
હંગામા વચ્ચે અન્ય પેસેન્જર મહિલાને સમજાવતા જોવા મળ્યા
બીજી તરફ, જણાવી દઈએ કે આ હંગામાનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ મહિલા ક્રૂ મેમ્બર પર બૂમો પાડી રહ્યા છે. જ્યારે મહિલા અંગ્રેજીમાં બોલે છે ત્યારે આ વ્યક્તિ મહિલા પર બૂમો પાડે છે અને તેને હિન્દીમાં વાત કરવા કહે છે. આ પછી અન્ય પેસેન્જર આ મહિલાને સમજાવવા આવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાં આ હંગામાની વચ્ચે કેટલાક અન્ય પેસેન્જર્સ પણ તેમને મનાવવાનો પ્રયાસ કરે છે. આ પછી, પ્લેનમાં સવાર એર હોસ્ટેસ હંગામો મચાવતા માણસને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


