નાસાએ ટેક્નિકલ ખામીના કારણે બીજી વખત મૂન મિશન મુલતવી રાખ્યું
અમેરીકન સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન Artemis 1નું લોન્ચિંગ આજે રાત્રે 11.47 વાગ્યે થવાનું હતું પરંતુ કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે ફરી વખત આ મિશન મુલતવી (postpones) રાખવાનો નિર્ણય કર્યો છે.NASA postpones Artemis moon mission for the second timeRead @ANI Story | https://t.co/DfFa6CIAes#NASA #Artemis1 #Artemis pic.twitter.com/z5TwBT4zgC— ANI Digital (@ani_digital) September 3, 2022 અમેરીકન સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન Artemis 1નું લોન્ચિંગ આજે રાત્રે 11.47 વાગ્યે થશે આ નાસાનો બીજો પ્રયાસ છે. 29 ઓગસ્ટના રોજ રેકેટમાં આવેલà«
Advertisement
અમેરીકન સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન Artemis 1નું લોન્ચિંગ આજે રાત્રે 11.47 વાગ્યે થવાનું હતું પરંતુ કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે ફરી વખત આ મિશન મુલતવી (postpones) રાખવાનો નિર્ણય કર્યો છે.
NASA postpones Artemis moon mission for the second time
Read @ANI Story | https://t.co/DfFa6CIAes#NASA #Artemis1 #Artemis pic.twitter.com/z5TwBT4zgC
— ANI Digital (@ani_digital) September 3, 2022
અમેરીકન સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન Artemis 1નું લોન્ચિંગ આજે રાત્રે 11.47 વાગ્યે થશે આ નાસાનો બીજો પ્રયાસ છે. 29 ઓગસ્ટના રોજ રેકેટમાં આવેલી ટેક્નિકલ ખામીઓ અને ખરાબ વાતાવરણના લીધે તેનું લોન્ચિંગ અટકી ગયું હતુ. હવે તેને શનિવારે ફ્લોરિડાથી ચંદ્રમા તરફ રવાના કરવામાં આવશે.
અમેરીકા 53 વર્ષ બાદ પોતાના મૂન મિશન આર્ટેમિસ દ્વારા મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. Artemis 1 આ દિશામાં પહેલું પગલું છે. એજન્સીના મુખ્ય મિશન માટે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે, જેમાં કોઈ અંતરિક્ષ યાત્રીઓેને મોકવામાં નહી આવે. આ રોકેટ સાથે વૈજ્ઞાનિકોનો હેતું એ જાણવાનો છે કે અંતરિક્ષ યાત્રીઓ માટે ચંદ્રની આજુબાજુ યોગ્ય સ્થિતિ છે કે નહી. સાથે જ શું એસ્ટ્રોનટ્સ ચંદ્ર પર ગયા બાદ પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત આવી શકે છે કે નહી.
નાસાની સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સૂલ ચંદ્રમા પર પહોંચશે. સામાન્ય રીતે ક્રૂ કેપ્સૂલમાં અંતરિક્ષ યાત્રીઓ હોય છે પરંતુ આ વખતે તે ખાલી હશે. આ મિશન 42 દિવસ 3 કલાક અને 20 મિનિટનું છે. જે પછી તે ધરતી પર પરત આવી જશે. સ્પેસક્રાફ્ટ કુલ 20,92,147 કિમીની સફર કરશે.
SLS રોકેટનો પ્લાનનું વર્ષ 2010માં અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં શરૂ થયું હતું. આ વખતે કોન્સ્ટલેશન પ્રોગ્રામ દ્વારા તેઓ અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવા માંગતા હતા. અનેક વિઘ્નો બાદ સરકારે આ મિશન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અમેરીકન સંસદે નાસા ઓથોરાઈઝેશન એક્ટ 2010 (NASA Authorization Act 2010) પાસ કર્યું. જે હેઠળ તેમને આ પ્લાન શરૂ રાખવા માટે કહેવામાં આવ્યું.
Advertisement


