સાબરમતીમાં નવા નીર છલકાયા, નદીતળના વિસ્તારો એલર્ટ, જુઓ નયનરમ્ય નજારો
શ્રાવણ મહિનામાં તહેવારની સિઝનમાં રાજ્યમાં ચોમેર સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના મોટા ભાગના નદી નાળા છલાકાયા છે. ત્યારે આજે અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં નવા નીર વહી રહ્યાં છે. ત્યારે આજે સાબરમતી બે કાંઠે વહી રહી છે. તકેદારીના ભાગરુપ અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ વોક-વે પણ બંધ કરાયો છે. સંત સરોવરના 7 દરવાજા બંધ કરવામાં આવ્યાગાંધીનગરના સંત સરોવરમાં જળ સ્તર વધતા ગુરુવà
Advertisement
શ્રાવણ મહિનામાં તહેવારની સિઝનમાં રાજ્યમાં ચોમેર સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના મોટા ભાગના નદી નાળા છલાકાયા છે. ત્યારે આજે અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં નવા નીર વહી રહ્યાં છે. ત્યારે આજે સાબરમતી બે કાંઠે વહી રહી છે. તકેદારીના ભાગરુપ અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ વોક-વે પણ બંધ કરાયો છે.
સંત સરોવરના 7 દરવાજા બંધ કરવામાં આવ્યા
ગાંધીનગરના સંત સરોવરમાં જળ સ્તર વધતા ગુરુવારે પરોઢે 5 વાગ્યાથી સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. પાણીનો આવરો ઓછો થતાં સાંજે 6 વાગ્યે સંત સરોવરના 7 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના 14 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને 32,230 ક્યુસેક્સ પાણી હજુ વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળ સપાટી જાળવી રાખવામાં આવશે એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે.
સાબરમતી, મેશ્વો, ખારી અને વાત્રક નદી ગાંધીનગર જિલ્લામાં થઇને વહે છે
સાબરમતી, મેશ્વો, ખારી અને વાત્રક નદી ગાંધીનગર જિલ્લામાં થઈને વહે છે. ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ક્યાંય પૂરની પરિસ્થિતિ સર્જાય તો જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર વધુ સજાગ બન્યું છે.
4 દરવાજામાંથી 32,230 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ
ગાંધીનગરમાં આજે સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. હાલમાં ધરોઈ બંધમાંથી પાણીનો આવરો ઓછો થતાં ગાંધીનગરના સંત સરોવરના 21 દરવાજામાંથી 7 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. 14 દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ 32,230 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટીતળ વધવાની શક્યતા છે.
તંત્ર દ્વારા આગોતરી તકેદારી
સાથે જ તકેદારીના ભાગરુપે નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર નદી નજીક નહીં જવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ નિવાસી અધિક કલેકટરશ્રી રિતુ સિંઘે સલામતીના કારણોસર તમામ કર્મચારીઓ-અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશો આપ્યા છે. જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ધરોઈ બંધમાંથી 66,050 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું
ગુરુવારે સાંજે 6.૦૦ વાગ્યા સુધી ધરોઇ બંધમાંથી 23,072 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. બુધવારની મધરાતે ધરોઈ બંધમાંથી 66,050 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતાં લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાયું છે. સાંજે 6 વાગ્યે લાકરોડા બેરેજમાંથી 47,366 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે.


