પાટણ નગર પાલિકાની ઘોર બેદરકારી! પાણીની ટાંકી લીકેજ છતાં તંત્ર નિંદ્રાધીન
પાટણ શહેરના સિદ્ધિ સરોવર ખાતે આવેલા ફિલ્ટર પ્લાનના બાજુમાં આવેલા 10 લાખ લિટરની પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરી હાલતમાં થઈ જતા ટાંકીના ચારે બાજુથી લીકેજ હોવાના કારણે દિવસનું હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે.
Advertisement
- પાટણ નગર પાલિકાની ઘોર બેદરકારી આવી સામે
- પાટણ શહેરને પાણી પૂરુ પાડતી ટાંકીમાં લીકેજ
- ફિલ્ટર પ્લાન્ટની 10 લાખ લીટરની ટાંકી જર્જરીત
- ટાંકી લીકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય
- એક બાજુ શહેરમાં પાણીની છે સમસ્યા
- શહેરના અનેક વિસ્તારોમાં પાણી પ્રેશરથી નથી મળતું
- છેલ્લા ઘણાસમયથી પીવાની ટાંકી લીકેજ
- ટાંકી લીકેજ થતા પાણી કેનાલમાં વેડફાઈ રહ્યું છે
- પાલિકાની બેદરકારીના કારણે પ્રજા થઈ રહી છે પરેશાન
- પાણીના બગાડ છતાં તંત્રનું નથી હતું પેટનું પાણી
પાટણ શહેરના સિદ્ધિ સરોવર ખાતે આવેલા ફિલ્ટર પ્લાનના બાજુમાં આવેલા 10 લાખ લિટરની પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરી હાલતમાં થઈ જતા ટાંકીના ચારે બાજુથી લીકેજ હોવાના કારણે દિવસનું હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. આ સાથે પીવાની પાણીની ટાંકી દ્વારા પાટણ શહેરીજનોને તે પાણી આપવામાં આવેછે. બીજી તરફ 24 કલાક ફિલ્ટરવાળું પાણી તે ટાંકામાં ઠાલવવામાં આવે છે. પરંતુ લીકેજ હોવાના કારણે હજારો લિટર પાણી વેડફાઇ છે. સાથે શહેરીજનોને પાણી પ્રેશરથી મળતું નથી. પાલિકાની ઘોર બેદરકારીના કારણે હજી સુધી આ ટાંકીનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
Advertisement


