Rajkot : જેતપુરના દીપાવલી ફનફેરમાં 'બ્રેક ડાન્સ' રાઇડ તૂટી! દંપતી ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેના કારણે મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ચાલુ ફનફેર દરમિયાન 'બ્રેક ડાન્સ' નામની રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડતાં તેમાં સવાર ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
આ ઘટના રાઇડ સંચાલકની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે, અને મેળાના આયોજકો પણ દંપતીના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. દુર્ઘટનાના પગલે જેતપુર સિટી પોલીસે તુરંત કાર્યવાહી કરીને ફનફેર મેળો બંધ કરાવી દીધો છે અને રાઇડને ચલાવવાની કાયદેસરની મંજૂરી હતી કે નહીં, તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 13 થી વધુની ધરપકડ


