Rajkot : બેફામ કારચાલકનો આતંક! મહિલાને અડફેટે લીધી, કારમાંથી દારૂની બોટલ મળી
- રાજકોટમાં બેફામ કારચાલકે મહિલાને લીધી અડફેટે
- જલારામ પ્લોટ પાસે અકસ્માતમાં સદનસીબે મહિલાનો બચાવ
- કારમાંથી ટ્રાફિક વોર્ડન કેપ અને દારૂની બોટલ મળી
- સ્થાનિકોએ દારૂ અંગે કારચાલકને પૂછતા ન આપ્યો જવાબ
- સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Rajkot : ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગના બનાવોની હારમાળા વચ્ચે રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહેરના જલારામ પ્લોટ વિસ્તારમાં એક કારચાલકે પોતાનો કાર પરથી કાબુ ગુમાવતા એક મહિલાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
કારમાંથી ટ્રાફિક વોર્ડન કેપ અને દારૂની બોટલ મળી
સ્થાનિકોએ કારચાલકને પકડ્યો ત્યારે કારનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાંથી ટ્રાફિક વોર્ડનની કેપ અને દારૂની બોટલ મળી આવી હતી, જેણે મામલાને વધુ ગંભીર બનાવી દીધો હતો. સ્થાનિકોએ જ્યારે દારૂ અંગે કારચાલકને સવાલ કર્યા ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!


