Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાને એકલી જોઇ દીપડાએ કર્યો હુમલો, બૂમાબૂમ કરતા એકઠા થઇ ગયા લોકો અને પછી...

માણસ ધીમે ધીમે જંગલોને નષ્ટ કરી રહ્યો છે, જેનું પરિણામ છે કે આજે જંગલી પ્રાણીઓ શહેરમાં ઘણી વખત જોવા મળી જાય છે. આ જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં શહેરમાં ફરતા ઘણીવાર માણસ ઉપર પણ હુમલો કરે તેવા ઘણા કિસ્સાઓ આગળ આપણે સૌ સાંભળી ચુક્યા છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો ગીરગઢડા ફાટસર ગામની સીમ વિસ્તારમાંથી સામે આવ્યો છે. રાત્રિના સમયે અચાનક સામે આવી ગયો દીપડોગીરગઢડા ફાટસર ગામની સીમમાં આવેલà«
મહિલાને એકલી જોઇ દીપડાએ કર્યો હુમલો  બૂમાબૂમ કરતા એકઠા થઇ ગયા લોકો અને પછી
Advertisement
માણસ ધીમે ધીમે જંગલોને નષ્ટ કરી રહ્યો છે, જેનું પરિણામ છે કે આજે જંગલી પ્રાણીઓ શહેરમાં ઘણી વખત જોવા મળી જાય છે. આ જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં શહેરમાં ફરતા ઘણીવાર માણસ ઉપર પણ હુમલો કરે તેવા ઘણા કિસ્સાઓ આગળ આપણે સૌ સાંભળી ચુક્યા છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો ગીરગઢડા ફાટસર ગામની સીમ વિસ્તારમાંથી સામે આવ્યો છે. 



રાત્રિના સમયે અચાનક સામે આવી ગયો દીપડો
ગીરગઢડા ફાટસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન કે જેમા ડુંગરીનું વાવેતર કરવામાં આવતા એક મહિલા કે જેઓ છેલ્લા ઘણા સમયથી અહીં ખેત મજુરીના કામે આવેલા હતા. આ મહિલાનું નામ જાગૃતિબેન ગોવિંદભાઈ ગુજરીયા હોવાનું સામે આવી રહ્યું છે કે જેઓ પોતાના પરિવારના સભ્યો સાથે આ ખેતરમાં છેલ્લા 25 દિવસથી મજુરી કામ કરી રહી છે. આ પરિવાર દિવસે ખેતી કામ કરી વાડીમાં જ આવેલા મકાનમાં રાત્રિના રોકાણ કરતા હતા. ત્યારે રાત્રિના સમયે જાગૃતિબેન વાડીમાં આવેલા મકાનના ધાબા ઉપર ચઢી રહ્યા હતા. ત્યારે અચાનક દીપડો આવી હુમલો કરી દેતાં તેમણે બૂમો પાડી હતી. આ સાંભળી આજુબાજુમાંથી લોકો આવી ગયા. લોકોને આવતા જોઇ ખુંખાર દીપડો હુમલો કરી નાશી છૂટ્યો હતો. આ હુમલામાં યુવતીને મોઢાના ભાગે તેમજ આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 
ખેડૂતો અને શ્રમિકોમાં ભયનું વાતાવરણ
આ અંગે યુવતીના પરિવારજનોએ ઇમરજન્સી 108ને જાણ કરતા તાત્કાલિક ઇએમટી ધવલ ભટ્ટ તેમજ પાયલોટ ધનસુખ વાઝા ઘટના સ્થળે પહોંચી ગયા અને ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ વન વિભાગને કરતા સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયેલો હતો. આમ દીપડાના હુમલાથી ખેડૂતો તેમજ શ્રમિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ ખુંખાર દીપડાને પાજરે પુરવા આ વિસ્તારના લોકોની માંગ હવે ઉઠવા પામેલ છે.
Tags :
Advertisement

.

×