Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક પડશે વરસાદી ઝાંપટા, જાણો ક્યા કેવું રહેશે વાતાવરણ

આકાશમાંથી સતત આગ નિકળતી ગરમીથી હવે જલ્દી જ લોકોને રાહત મળવાની છે. ચોમાસું હવે નજીકમાં છે. જોકે, દેશમાં ઘણા રાજ્યો એવા છે કે જ્યા ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. બીજી તરફ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ઘણા સ્થળોએ આગામી કેટલાક દિવસો સુધી હવામાનની પેટર્ન આવી જ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. પંજાબ, હરિય
દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક પડશે વરસાદી ઝાંપટા  જાણો ક્યા કેવું રહેશે વાતાવરણ
Advertisement
આકાશમાંથી સતત આગ નિકળતી ગરમીથી હવે જલ્દી જ લોકોને રાહત મળવાની છે. ચોમાસું હવે નજીકમાં છે. જોકે, દેશમાં ઘણા રાજ્યો એવા છે કે જ્યા ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. બીજી તરફ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે. 
હવામાન વિભાગ (IMD) અનુસાર, ઘણા સ્થળોએ આગામી કેટલાક દિવસો સુધી હવામાનની પેટર્ન આવી જ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ બે દિવસ સુધી ચાલુ રહેશે. IMDએ જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં શનિવારે ગરમીની સ્થિતિ યથાવત રહી હતી. હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવ અને સતત ગરમ અને સૂકા પશ્ચિમી પવનોને કારણે આ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, 10 થી 11 જૂન સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સક્રિય પ્રી-મોન્સૂન બનવાની સંભાવના છે.
IMD એ આગામી ત્રણ દિવસમાં ઉત્તરપૂર્વ ભારત, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વ ભારતના અલગ-અલગ ભાગોમાં હીટવેવ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે પણ ગરમીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે, દિલ્હીના લોકોને સપ્તાહના અંતે ગરમીના મોજાથી રાહત મળે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDનું કહેવું છે કે, અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી પવનોને કારણે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.
Tags :
Advertisement

.

×