Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ, ઓપરેશન થયું તો પેટમાંથી નીકળ્યા 187 સિક્કા

ક્યારેક ડોક્ટરો સામે એવા કિસ્સાઓ સામે આવે છે, જેને જોઈને તેઓ પણ ચોંકી જાય છે. કર્ણાટકના બાગલકોટની એક હોસ્પિટલમાં આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરનાર વ્યક્તિનું જ્યારે ડોક્ટરોએ ઓપરેશન કર્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે ઓપરેશન કરવા માટે તેમણે દર્દીનું પેટ ખોલ્યું ત્યારે પેટમાં 187 સિક્કા પડ્યા હતા. આટલા બધા સિક્કા તેના પેટમાં કેવી રીતે પહ
પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ  ઓપરેશન થયું તો પેટમાંથી નીકળ્યા 187 સિક્કા
Advertisement
ક્યારેક ડોક્ટરો સામે એવા કિસ્સાઓ સામે આવે છે, જેને જોઈને તેઓ પણ ચોંકી જાય છે. કર્ણાટકના બાગલકોટની એક હોસ્પિટલમાં આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરનાર વ્યક્તિનું જ્યારે ડોક્ટરોએ ઓપરેશન કર્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે ઓપરેશન કરવા માટે તેમણે દર્દીનું પેટ ખોલ્યું ત્યારે પેટમાં 187 સિક્કા પડ્યા હતા. આટલા બધા સિક્કા તેના પેટમાં કેવી રીતે પહોંચ્યા અને તે આટલા લાંબા સમય સુધી કેવી રીતે જીવતો રહ્યો તે વાતનો તેમને વિશ્વાસ જ નથી થઇ રહ્યો. 
શખ્સના પેટમાંથી નીકળ્યા 1.2 કિલો વજનના સિક્કા
કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આ પ્રકારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 58 વર્ષીય વ્યક્તિના પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, ત્યારબાદ સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં જ્યારે વૃદ્ધાનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે તેનો રિપોર્ટ જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટમાં વૃદ્ધના પેટમાં ઘણા બધા સિક્કા મળી આવ્યા હતા, ત્યારબાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમના પેટમાંથી 1.2 કિલો વજનના કુલ 187 સિક્કા કાઢવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, આ શખ્સનું નામ દયમપ્પા હરિજન છે. આ વ્યક્તિ સતત પેટમાં દુખાવો અને ઉલ્ટીથી પીડાતી હતી. જ્યારે વારંવાર ડોક્ટરોની દવાથી તે ઠીક ન થયો ત્યારે ડોક્ટરને તેના પેટના એક્સ-રેમાં જાણવા મળ્યું કે તેના પેટમાં સિક્કા છે. 

સતત રહેતી હતી પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ
જ્યારે ડોકટરોને વિશ્વાસ ન આવ્યો તો તેઓએ એન્ડોસ્કોપી કરી અને પછી ખબર પડી કે તે વ્યક્તિએ પોતે આ સિક્કા ગળી લીધા છે. ડોક્ટરોએ એન્ડોસ્કોપી બાદ ગેસ્ટ્રોટોમી સર્જરી કરીને તેના પેટમાંથી સિક્કા બહાર કાઢ્યા હતા. દર્દીના પેટમાં 1.2 કિલો વજનના સિક્કા હતા. મીડિયા સાથે વાત કરતા એચયુડીના ડૉક્ટર ઈશ્વર કલબુર્ગીએ કહ્યું કે આ એક પડકારજનક કેસ છે. તેનું પેટ ફુગ્ગા જેવું થઈ ગયું હતું અને તેના પેટમાં દરેક જગ્યાએ સિક્કા હતા. જેમાં એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કા હતા. તેણે 56 પાંચ રૂપિયાના સિક્કા, 51 બે રૂપિયાના સિક્કા અને 80 એક રૂપિયાના સિક્કા ગળી લીધા હતા. દયામપ્પાએ સિક્કાઓ ગળી ગયાની વાતથી તેમના પરિવારજનો પણ અજાણ હતા. તેને પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ હતી. તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ ખબર પડી કે આ રીતે સિક્કાઓ ગળી જવાના કારણે તેના પેટમાં સતત દુખાવો થયા કરે છે.
પરિવારે કહ્યું કે તે વ્યક્તિ સિઝોફ્રેનિયા નામની માનસિક બિમારીથી પીડિત હતો અને પરિવારને ખબર ન હોતી કે તેણે સિક્કા ગળી લીધા છે. દયમપ્પાના પુત્ર રવિકુમારે કહ્યું, 'અમને તેની જાણ નહોતી. તે માનસિક રીતે સ્વસ્થ ન હોતા અને તેમનું રોજિંદું કામ કરતા હતા. તેમણે કોઈને કહ્યું ન હોતું કે તે સિક્કા ગળી ગયા છે. થોડા દિવસો પહેલા જ તેમનું પેટ ફૂલેલું હતું અને જ્યારે તે સૂતા હતા ત્યારે તે પીડાતા હતા. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું ન હોતું કે તેઓ સિક્કા ગળી ગયા હશે. અમને સ્કેન પછી આ વિશે ખબર પડી, ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×