Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાન્સ ખાતે દીપિકા પાદુકોણ માટે આઉટફિટ આફત બન્યું

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા લ'ઇનોસન્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યાં તે બાકીના જ્યુરી સભ્યો સાથે ફોટોશૂટ કરાવી રહી હતી. રેડ કાર્પેટ પર તેનો ડ્રેસ તેની માટે આફત બન્યો હતો. વાયરલ વીડિયોમાં દિપિકાએ તેનો ડ્રેસ સંભાળવો પડતો હતો. આ વર્ષે  દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર છે. એટલે કે આ મેગા ઈવેન્ટમાં તેમને દુનિયાભરમાંથી શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવાનો મોà
કાન્સ ખાતે દીપિકા પાદુકોણ માટે આઉટફિટ આફત બન્યું
Advertisement
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા લ'ઇનોસન્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યાં તે બાકીના જ્યુરી સભ્યો સાથે ફોટોશૂટ કરાવી રહી હતી. રેડ કાર્પેટ પર તેનો ડ્રેસ તેની માટે આફત બન્યો હતો. વાયરલ વીડિયોમાં દિપિકાએ તેનો ડ્રેસ સંભાળવો પડતો હતો. આ વર્ષે  દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર છે. એટલે કે આ મેગા ઈવેન્ટમાં તેમને દુનિયાભરમાંથી શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવાનો મોકો પણ મળી રહ્યો છે. 
દીપિકા પાદુકોણ તેના લૂક વિશે વાત કરીએ તો, તે તેના પબ્લિક અપિરિયન્સ માટે જાણીતી છે. દીપિકા જે ડ્રેસ પહેરે છે તેમાં તે ખૂબ કમ્ફર્ટ અનુભવે છે. જો કે દીપિકા પાદુકોણ આજે સતત ડ્રેસ સંભાળતી જોવા મળી હતી. દિપિકાનો રેડ કાર્પેટ આઉટફિટ પર તેના માટે મુશ્કેલી બન્યો હતો. દીપિકા પાદુકોણે જે ડ્રેસ પહેર્યો હતો તેમાં તે પોતે આરામદાયક ફીલ કરતી ન હતી. આ ઓરેન્જ ગાઉનની ટ્રેલની લંબાઈ અને કોઈ આસિસ્ટન્ટ સાથે ન હોવાને કારણે દીપિકા પોતે આખો સમય તેનો ડ્રેસ સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન તેનો આ આઉટફિટ વારંવાર સમસ્યા બની રહ્યો હતો.
 

રેડ કાર્પેટ પર આઉટફિટ આફતમાં ફેરવાયો
દીપિકા પાદુકોણ ફિલ્મ લ'ઈનોસન્ટના સ્ક્રીનિંગમાં પહોંચી હતી જ્યાં તે બાકીના જ્યુરી સભ્યો સાથે ફોટોશૂટ કરાવી રહી હતી. સાથે જ રેડ કાર્પેટ પર ચાલતી હતી ત્યારે તેને પોતાનો ડ્રેસ સંભાળવો પડતો હતો. જેના કારણ કે તે મુશ્કેલી અનુભવતી હતી. ડ્રેસ સંભાળવાના ચકકરમાં  દીપિકાએ ખૂબ જ વિચિત્ર રીતે ચાલવું પડ્યું.
રણવીર સિંહ સાથે ઈન્સ્ટા ફોટો શેર કર્યો
દીપિકા પાદુકોણનો આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે. જોકે તેણે પોતે પણ આ આઉટફિટમાં પોતાનો ફોટો શેર કર્યો છે. તે તેના પતિ રણવીર સિંહ સાથે ઈન્સ્ટાગ્રામ પર આ આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટો શેર કરતાં દીપિકા પાદુકોણે લખ્યું, ' ઓલ અબાઉટ ઇટ.' નેહા ધૂપિયાએ કોમેન્ટ કરી અને તેના લુકને ફેબ્યુલસ ગણાવ્યો. દીપિકા પાદુકોણના ઘણા ચાહકોએ પણ તેના લુકના વખાણ કર્યા છે.
Tags :
Advertisement

.

×