Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે PM મોદી અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની લેશે મુલાકાત, એરપોર્ટ સહિત આ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની મુલાકાત લેશે. વડાપ્રધાન અરુણાચલમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી તેઓ વારાણસીમાં એક મહિના સુધી ચાલનારા 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.PM કરશે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટનવડાપ્રધાન નરેન્દ્àª
આજે pm મોદી અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની લેશે મુલાકાત  એરપોર્ટ સહિત આ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની મુલાકાત લેશે. વડાપ્રધાન અરુણાચલમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી તેઓ વારાણસીમાં એક મહિના સુધી ચાલનારા 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.
PM કરશે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે 19 નવેમ્બરે અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. PM મોદી યુપીના વારાણસીમાં કાશી-તમિલ સંગમમનું ઉદ્ઘાટન કરશે. બીજી તરફ વડાપ્રઘાન મોદી આજે અરુણાચલ પ્રદેશમાં એરપોર્ટ અને હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી સવારે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. અરુણાચલ પ્રદેશનું આ પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે. જે બાદ વડાપ્રધાન મોદી રાજ્યમાં 600 મેગાવોટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ પછી PM મોદી ઉત્તર પ્રદેશ જવા રવાના થશે. ઉત્તર પ્રદેશ પહોંચ્યા બાદ PM મોદી બપોરે 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ' લોકોને સમર્પિત કરશે.

અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ
ડોની પોલો એરપોર્ટ અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે. આનાથી રાજ્યમાં કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે. એરપોર્ટનું નામ સૂર્ય અને ચંદ્ર પરથી પડ્યું છે. આ એરપોર્ટ 690 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. 640 કરોડના ખર્ચે બનેલું છે. એરપોર્ટ આખું વર્ષ કામ કરી શકશે કારણ કે તે તમામ હવામાનની કામગીરી માટે યોગ્ય છે. એરપોર્ટ ટર્મિનલ એક આધુનિક ઇમારત છે, જે ઊર્જા કાર્યક્ષમતા, નવીનીકરણીય ઉર્જા અને સંસાધનોના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.
Advertisement

PM 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન
ઇટાનગર ખાતે નવા એરપોર્ટના વિકાસથી માત્ર આ પ્રદેશમાં કનેક્ટિવિટી જ નહીં પરંતુ વેપાર અને પર્યટનના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે પણ કામ કરશે, જેનાથી પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. 8450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત અને અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં 80 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશને પાવર સરપ્લસ રાજ્ય બનાવશે, ગ્રીડની સ્થિરતા અને એકીકરણની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ગ્રીડને ફાયદો થશે. આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જી અપનાવવાની દેશની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મોટો ફાળો આપશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બંને ક્ષેત્રના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, ફિલોસોફરો, ઉદ્યોગપતિઓ, કારીગરો, કલાકારો અને જીવનના અન્ય ક્ષેત્રના લોકોને એકસાથે આવવા, તેમના જ્ઞાન, સંસ્કૃતિ અને વ્યવહારને શેર કરવાની અને એકબીજાના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવાનો છે. IIT મદ્રાસ અને BHU કાર્યક્રમ માટે અમલીકરણ કરતી બે એજન્સીઓ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્ય, સંસ્કૃતિ, કારીગરો, આધ્યાત્મિક, વારસો, વેપાર, ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને અન્યો જેવી 12 શ્રેણીઓ હેઠળ તમિલનાડુના 2500 થી વધુ પ્રતિનિધિઓ વારાણસીની આઠ દિવસની મુલાકાતે આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×