નોર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે મોડી રાત્રે થયું ફાયરિંગ, 2 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
નોર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે રાત્રે 1 વાગ્યે ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. વળી 10થી વધુ લોકો આ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. નોર્વેની પોલીસ અનુસાર, ફાયરિંગની આ ઘટના ઓસ્લોના લોકપ્રિય લંડન પબમાં ઘટી છે.મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલાવરે ક્લબમાં ઘૂસીનએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ક્લબ સમલૈંગિકોમાં ખૂબ જ લોકપ્àª
Advertisement
નોર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે રાત્રે 1 વાગ્યે ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. વળી 10થી વધુ લોકો આ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. નોર્વેની પોલીસ અનુસાર, ફાયરિંગની આ ઘટના ઓસ્લોના લોકપ્રિય લંડન પબમાં ઘટી છે.
મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલાવરે ક્લબમાં ઘૂસીનએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ક્લબ સમલૈંગિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સ્થાનિક મીડિયા અનુસાર, ઘટનાસ્થળ પાસેથી જ એક શંકાસ્પદની પોલીસે ધરપકડ કરી છે. જોકે, હુમલાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારની વહેલી સવારે નોર્વેની રાજધાનીના ડાઉનટાઉન વિસ્તારમાં એક બારની બહાર ગોળીબાર થયો હતો.
પોલીસ પ્રવક્તા તોરે બારસ્તેદના જણાવ્યા અનુસાર, ગોળીબારના સંબંધમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. જાહેર પ્રસારણકર્તા એનઆરકેના પત્રકાર ઓલાવ રોનેબર્ગે અહેવાલ આપ્યો હતો કે, મેં જોયુ કે એક માણસ એક બેગની સાથે આવે છે, જેમા તેણે બંદૂક મુકી હોય છે જેને તેણે બહાર કાઢી અને અંધાધૂધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું. હુમલા પાછળનો હેતુ શું હતો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
ઓસ્લોમાં ગોળીબારની ઘટના એવા સમયે બની જ્યારે શહેરમાં સમલૈંગિકોના સમર્થનમાં રેલી યોજવાની તૈયારી ચાલી રહી હતી. બારસ્તેદના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગોળીબારની ઘટના શનિવારે ઓસ્લોમાં સમલૈંગિકોના સમર્થનમાં યોજાયેલી રેલી સાથે સંબંધિત હતી કે કેમ.
તેમણે પત્રકારોને કહ્યું, "પોલીસ શનિવારે કાઢવામાં આવનાર આ રેલીના આયોજકોના સંપર્કમાં છે. તે વાતનું આંકલન કરવામાં આવી રહ્યું છે કે, સમલૈંગિકોના સમર્થનમાં આયોજીત થવાની રેલીની સુરક્ષા માટે પોલીસે શું કરવું જોઇએ અને શું ગોળીબારીની આ ઘટના સમલૈંગિકોની રેલીથી કોઇ સંબંધ છે કે નહીં.


