Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતનું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ કરે છે આત્મહત્યા

ઘણી બધી વિશેષતાઓ ધરાવતા આ રાજ્યની ઘણી બધી બાબતો પણ ખૂબ જ રહસ્યમય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આસામમાં એક એવી જગ્યા છે જ્યાં હજારો પક્ષીઓ સ્યુસાઇડ કરે છે.
ભારતનું એક રહસ્યમય ગામ  જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ કરે છે આત્મહત્યા
Advertisement
  • જાતિંગા ગામ પક્ષીઓના સ્યુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતુ
  • આત્મહત્યાની આ દોડમાં પક્ષીઓની લગભગ 40 પ્રજાતિઓ સામેલ
  • ગામના લોકોનું કહેવું છે કે પવનમાં કોઈ અલૌકિક શક્તિ છે

The bird mystery of Jatinga : સામાન્ય રીતે આત્મહત્યાની વૃત્તિ મનુષ્યમાં વધુ જોવા મળે છે. પરીક્ષા, નોકરી અને સંબંધોમાં નિષ્ફળતા આત્મહત્યાનું કારણ બને છે. પરંતુ પક્ષીઓની આત્મહત્યા પાછળનું કારણ શું? અસામના એક સ્થળે હજારો પક્ષીઓ આત્મહત્યા કરે છે.

જાતિંગા ખીણ પક્ષીઓના સ્યુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતુ

આસામના દિમા હાસો જિલ્લાના પર્વતીય ક્ષેત્ર ઉપર આવેલી જાતિંગા ખીણ પક્ષીઓના સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દર વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જાતિંગા ગામ પક્ષીઓની આત્મહત્યાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. સ્થાનિક પક્ષીઓ જ નહીં પણ યાયાવર પક્ષીઓ પણ આ સ્થળે પહોંચીને આત્મહત્યા કરે છે. આ કારણે, જાતિંગા ગામ ખૂબ રહસ્યમય માનવામાં આવે છે.

Advertisement

the bird mistry

Advertisement

સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે પક્ષીઓ આત્મહત્યા કરે છે

આત્મહત્યા કરવાની વૃત્તિ માણસોમાં સામાન્ય છે, પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે. જાતિંગા ગામમાં, ખૂબ જ ઝડપે ઉડતા પક્ષીઓ ઇમારત કે ઝાડ સાથે અથડાય છે, જેના કારણે તેઓ મૃત્યુ પામે છે. આવું માત્ર એક જ નહીં, હજારો પક્ષીઓ સાથે થાય છે. સૌથી વિચિત્ર વાત એ છે કે આ પક્ષીઓ આ કામ ફક્ત સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે જ કરે છે, જ્યારે સામાન્ય હવામાનમાં આ પક્ષીઓ દિવસ દરમિયાન બહાર જાય છે અને રાત્રે પોતાના માળામાં પાછા ફરે છે.

આ પણ વાંચો : હાઈવે પર અચાનક આવ્યો સિંહ, આ જોઈને થંભી ગયા વાહનોના પૈડા, વીડિયો થયો વાયરલ

પક્ષીઓની લગભગ 40 પ્રજાતિઓ સામેલ

આત્મહત્યાની આ દોડમાં સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓની લગભગ 40 પ્રજાતિઓ સામેલ છે. કુદરતી કારણોસર, જાતિંગા ગામ નવ મહિના સુધી બહારની દુનિયાથી અલગ રહે છે. એટલું જ નહીં, રાત્રે જાતિંગા ખીણમાં પ્રવેશવાની મનાઈ છે. પક્ષી નિષ્ણાતો માને છે કે આ રહસ્યમય ઘટના પાછળ ચુંબકીય બળ કારણભૂત છે.

The Bird Mistry

સાંજના સમયે વાહનો ચલાવવા પર પ્રતિબંધ

ભેજવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં, જ્યારે પવન ઝડપથી ફૂંકાય છે, ત્યારે પક્ષીઓ રાત્રિના અંધારામાં લાઇટની આસપાસ ઉડવાનું શરૂ કરે છે. ઓછા પ્રકાશને કારણે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નથી, જેના કારણે તેઓ કોઈપણ ઈમારત કે વૃક્ષ કે વાહનો સાથે અથડાય જાય છે. આવી સ્થિતિમાં, જાતિંગા ગામમાં સાંજના સમયે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેથી ત્યાં લાઈટ ન રહે. જોકે, આ છતાં પક્ષીઓના મૃત્યુ ચાલુ રહ્યા.

આ પણ વાંચો : Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!

પવનમાં કોઈ અલૌકિક શક્તિ છે

જાતિંગા ગામના લોકો માને છે કે આની પાછળ કોઈ રહસ્યમય શક્તિનો હાથ છે. ગામના લોકોનું કહેવું છે કે પવનમાં કોઈ અલૌકિક શક્તિ છે, જેના કારણે પક્ષીઓ આવું કરે છે. તેઓ એવું પણ માને છે કે આ સમયગાળા દરમિયાન માનવ વસ્તીનું બહાર આવવું જોખમી બની શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન જાતિંગાની શેરીઓ સાંજ પડતાં સાવ નિર્જન થઈ જાય છે.

bird mistry

કથિત રીતે, પક્ષીઓની આત્મહત્યાનો ટ્રેન્ડ 1910 થી ચાલી રહ્યો છે, પરંતુ બહારની દુનિયાને તેના વિશે 1957 માં ખબર પડી. 1957માં, પક્ષીશાસ્ત્રી E.P. Gee કોઈ કામ માટે જાતિંગા આવ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પોતે આ ઘટના જોઈ હતી અને તેમના પુસ્તક 'ધ વાઇલ્ડલાઇફ ઓફ ઇન્ડિયા'માં તેનો ઉલ્લેખ કર્યો હતો. ભારત અને વિદેશના ઘણા વૈજ્ઞાનિકોએ આ ઘટના પર સંશોધન કર્યું છે, પરંતુ સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : America : 104 વર્ષની વૃદ્ધ મહિલાએ એવું શું કર્યું કે પોલીસે હાથકડી લગાવી જેલમાં પૂરી દીધી

Tags :
Advertisement

.

×