યુવતી બાજુમાં બેઠી હતી અને યુવાન કરવા લાગ્યો હસ્તમૈથુન પછી યુવતીએ...
- Mumbai માં બની શરમજનક ઘટના
- યુવાને વિદ્યાર્થીની સામે કરી ગંદી હરકત
- શેરિંગ ટેક્સીમાં વિદ્યાર્થીએ કર્યું શરમજનક કૃત્ય
Mumbai : મુંબઇના ગ્રાન્ટ રોડ પર ટેક્સીમાં યુવાને જાહેરમાં હસ્તમૈથુનની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપ છે કે, યુવાને કોલેજિયન યુવતી સામે અશ્લિલ કૃત્ય કર્યું હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. જે સમાજ માટે લાલબત્તી સમાન ઘટનાઓ પર સરકાર કડક હાથે કાર્યવાહી કરે તે ખુબ જ જરૂરી બન્યું છે. લોકોમાં હવે વાસના છલકાઇ રહી છે.
યુવાનોનું સતત કથળી રહેલું માનસિક સ્તર
મેટ્રો શહેરોના લોકોમાં હવે વાસના કરતા વિકૃતી વધી રહી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ખાસ કરીને યુવાનો જાહેરમાં અશ્લીલ હરકતો કરતા જરા પણ ખચકાતા નથી. જાહેર સ્થળો અને મેટ્રોમાં યુવાનો અશ્લીલ હરકતો કરતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જાહેર સ્થળોને જ બેડરૂમ સમજીને યુવા કપલ હોય તે યુવાન હોય કે યુવતીઓ અશ્લીલ ચેનચાળા કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Narmada Parikram: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા, નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો
શેરિંગ ટેક્સીમાં યુવાને કરી ગંદી હરકત
આવી જ એક ઘટના મુંબઇના ગ્રાન્ટરોડ પર સામે આવી હતી. જ્યાં ભાડાની ટેક્સીમાં યુવાને કોલેજિયન યુવતી સામે જ હસ્તમૈથુન કર્યું હતું. આ ઘટનામાં 30 નવેમ્બરના રોજ એક યુવાન શેર ટેક્સીમાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન દક્ષિણ મુંબઇમાં આવેલી કોલેજની એક મહિલા વિદ્યાર્થિની જાતીય સતામણીનો ભોગ બની હતી. ઘટનાનો એક વીડિયો પણ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
યુવતી બાજુમાં બેઠી હતી અને હસ્તમૈથુન કર્યું
જેમાં વિદ્યાર્થિની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ ચાલુ ટેક્સીમાં હસ્તમૈથુન કરતો જોઇ શકાય છે. યુવતી બાજુમાં બેઠી હોવા છતા પણ કોઇ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર તે યુવાન હસ્તમૈથુન કરે છે. આ વીડિયો વિદ્યાર્થીએ જ કેપ્ચર કર્યો હતો. કોલેજિયન યુવતીની મિત્રએ દાવો કર્યો કે, તે વ્યક્તિએ તેની હાજરીમાં જ આ નીચ હરકત કરી હતી.
આ પણ વાંચો : Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?
અમદાવાદ મેટ્રોમાં પણ બની ચુકી છે વિકૃત ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેટ્રોમાં પણ આવી ઘટના બની ચુકી છે. જેમાં કાલુપુરથી ઉપડેલી મેટ્રોમાં હોસ્પિટલનું ટી શર્ટ પહેરેલા એક યુવાને યુવતીઓ અને મહિલાઓની સામે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. ત્યાર બાદ તે અચાનક હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. જો કે આસપાસના જાગૃત લોકોએ તેને ટપાર્યો હતો. તેમ છતા તે યુવાને પોતાની હરકત બંધ કરી નહોતી.
આ પણ વાંચો : Rajkot માં માતાએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી
View this post on Instagram


