ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ananya Pandey: KesariChapter2 ની અભિનેત્રીના બાળપણનો કવિતા ગાતો વીડિયો થયો વાયરલ

KesariChapter2 ની મુખ્ય અભિનેત્રી Ananya Pandey આ ફિલ્મ ઉપરાંત પણ એક બીજી વાતને લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડેનો બાળપણનો કવિતા ગાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાંચો વિગતવાર.
05:15 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
KesariChapter2 ની મુખ્ય અભિનેત્રી Ananya Pandey આ ફિલ્મ ઉપરાંત પણ એક બીજી વાતને લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડેનો બાળપણનો કવિતા ગાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાંચો વિગતવાર.
Ananya Pandey, childhood video,

Ananya Pandey: બોલીવૂડના અભિનેતા ચંકી પાંડેની દીકરી Ananya Pandey કેસરી ચેપ્ટર-2 ફિલ્મને લીધે ચર્ચામાં છે. જો કે અત્યારે Ananya Pandey ને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ નાની હોય ત્યારે ટ્વીંકલ ટ્વીંકલ કવિતા ગાઈ રહી છે. આ વીડિયો યુઝરને ખૂબ પસંદ આવી રહ્યો છે.

નાનપણનો વીડિયો

Ananya Pandey ના બાળપણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ચોકલેટ ખાઈ રહી છે અને તોતલી બોલીમાં ટ્વીંકલ ટ્વીંકલ કવિતા ગાઈ રહી છે. જો કે આ વીડિયોમાં Ananya Pandey ઈસ્ટરની શુભેચ્છા પણ પાઠવી રહી છે. આ વીડિયોમાં અનન્યા પાંડેએ ગુલાબી ફ્રોક પહેરેલું છે અને માથે 2 નાનકડી ચોટલીઓ વાળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને Ananya Pandey ના ફેન્સ ઉપરાંત મોટાભાગના યુઝર ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર આ વીડિયો પર રંગબેરંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Urvashi Rautela: ઉર્વશી મંદિર વિશેનો વિવાદ વકર્યો, DGPને કરાઈ ફરિયાદ

KesariChapter2 ની સકસેસ

KesariChapter2 માં Ananya Pandey ના પાત્ર દિલરીત ગિલ માટે ખૂબ પ્રશંસા મળી રહી છે. તેમણે ચાહકોનો પ્રેમ બદલ આભાર માન્યો અને એમ પણ કહ્યું કે તેમને આ ફિલ્મનો ભાગ બનવાનો હંમેશા ગર્વ રહેશે. અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અન્ય મીડિયા હાઉસના રિવ્યુ શેર કર્યા અને એક નોંધ લખી. તેણીએ લખ્યું કે, આપણને દુનિયામાં દિલરીત ગિલ જેવા વધુ લોકોની જરૂર છે અને મને #KesariChapter2 માં તેણીનું પાત્ર ભજવવાનો ખૂબ જ ગર્વ છે અને ફિલ્મને મળેલા પ્રેમ અને ઉત્સાહ માટે હું હંમેશા આભારી રહીશ. મારું પાત્ર @karanstyagi @bindraamritpal @karanjohar અને @akshaykumar sir @apoorva1972 અને @actormaddy sir વિના ક્યારેય શક્ય ન હોત. આ એક એવી ફિલ્મ છે જેનો ભાગ બનવાનો મને હંમેશા ગર્વ રહેશે.

આ પણ વાંચોઃ  Kamal Haasan: શા માટે અભિનેતાએ કહેવું પડ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...

Tags :
ananya pandeychildhood videoChunky Pandey daughterDilreet GillDilreet Gill roleGujarat FirstGUJARAT FIRST NEWSKesari Chapter 2Twinkle Twinkle poem Kesari Chapter 2
Next Article