યમરાજ સાથે થપ્પો રમતા Aunty ! રેલ્વે ટ્રેક ક્રોસ કરતો વીડિયો વાયરલ
- વાયરલ વીડિયો: રેલ્વે ટ્રેક પર મોર્નિંગ વોક?
- રેલ્વે ક્રોસિંગ પર આંટીનો અદભૂત આત્મવિશ્વાસ!
- આંટીની બેદરકારી કે બહાદુરી? વીડિયો વાયરલ!
- ટ્રેન નજીક હોવા છતાં આંટી શાંતિથી ચાલતા જોવા મળ્યા
- રેલ્વે પાટા પર 'મોર્નિંગ વોક', નેટીઝન્સે ઉડાવ્યો મજાક!
- વીડિયો વાયરલ: જીવના જોખમે રેલ્વે ટ્રેક પાર કરતી આંટી!
Aunty was walking on the railway track : ભારતમાં રેલ્વે ક્રોસિંગની અવગણના કોઈ નવી બાબત નથી, જ્યાં લોકો જીવના જોખમે બંધ ફાટકને પણ ઉતાવળે પસાર કરતા જોવા મળી જાય છે અને આ કારણોસર અનેક ગંભીર અકસ્માતો થતા હોય છે. ઘણી વાર લોકોની બેદરકારી જીવલેણ સાબિત થાય છે, છતાં પણ કેટલાક લોકોને આ વાતની કોઈ પરવા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના હાલમાં વાયરલ થઈ છે, જેમાં એક આંટી રેલ્વે ક્રોસિંગ પર એવી નિશ્ચિંતતા સાથે ચાલી રહી છે જાણે કે તે કોઈ પાર્કમાં મોર્નિંગ વોક કરી રહ્યા હોય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ બેદરકારી અંગે કટાક્ષ પણ કરી રહ્યા છે.
મોર્નિંગ વોક કરી રહ્યા છો આંટી?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રેલ્વે ક્રોસિંગ પર ફાટક બંધ હોવા છતાં, લોકો બેદરકારીથી ટ્રેક પાર કરી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે,આવનારી ટ્રેનને સ્પષ્ટ રીતે જોતા હોવા છતાં, કેટલાક લોકો દોડીને પાટા ઓળંગી રહ્યા છે. આમાં એક આંટી પણ નજરે પડે છે, જે ટ્રેન નજીક આવી ગયા પછી પણ જોખમ ઉઠાવી દોડીને રેલ્વે ક્રોસિંગ પાર કરે છે, જ્યારે ટ્રેનનો સતત હોર્ન વાગી રહ્યો હતો. જણાવી દઇએ કે, આ આંટી રેલ્વે ટ્રેક પર ખુશીથી ચાલી રહ્યા હતા, જાણે તેમને કોઈ જોખમ ન હોય. એવું નથી કે આ પ્રકારની ભૂલો ક્યારેક લોકો કરતા હોય છે, આવી ભૂલો ઘણા લોકો રોજ કરતા હોય છે. આવતા જોખમ સાથે મજાક કરતા રહે છે અને આ સતત જોખમ લેવાની આદત ક્યારે તેમને મોટી મુસિબતમાં નાખી દેતી હોય છે.
આંટીના વીડિયો પર લોકો ખૂબ કરી રહ્યા છે કટાક્ષ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @theindiansarcasm નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે હજારો લોકો દ્વારા જોવામાં અને પસંદ કરવામાં આવ્યો છે. નેટીઝન્સ આ આંટીના બિન્દાસ્ત વલણને લઈ હસવું રોકી રહ્યા નથી અને વીડિયો પર વિવિધ રમૂજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "અરે દોસ્ત, મોર્નિંગ વોકની વચ્ચે આ ટ્રેન ક્યાંથી આવી?" બીજાએ હાસ્યાસ્પદ કોમેન્ટ કરતા લખ્યું, "આંટીના રસ્તામાં આ રેલ્વે લાઈન કોણે નાખી?" તો ત્રીજાએ મજાક કરતા લખ્યું, "આંટી મૃત્યુને સ્પર્શ કરીને પાછા આવ્યા." ચોથાએ કહ્યું, "આંટી નવા એન્જિનનું રિબિન કાપી રહ્યા છે," જ્યારે અન્ય એક યુઝરે ઉમેર્યું, "આંટી યમરાજ સાથે ખાસ સંબંધ બનાવી રહ્યા છે!" નેટીઝન્સે આંટીની હિંમત અને બિન્દાસ્ત વલણને મજાકીયા અંદાજમાં લઈને ખૂબ કોમેન્ટ કરી છે.
આ પણ વાંચો : લો બોલો! વર્ગખંડમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન, વિરોધ થતા કહ્યું - આ ખોટી વાત છે!


