Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુરૂષના ગુપ્તાંગમાંથી નિકળ્યું હાડકું, દુર્લભ બિમારી જોઇને વૈજ્ઞાનિકો પણ પરેશાન

એક વ્યક્તિ પછડાયો હતો જેના કારણે તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેણે ડોક્ટરને પોતાના ગુપ્તાંગમાં પણ દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું.
પુરૂષના ગુપ્તાંગમાંથી નિકળ્યું હાડકું  દુર્લભ બિમારી જોઇને વૈજ્ઞાનિકો પણ પરેશાન
Advertisement
  • વ્યક્તિના હાડકામાં ધીમે ધીમે બની રહ્યું હતું હાડકું
  • ગુપ્તાંગમાં હાડકાને કારણે પુરૂષોને થાય છે અનેક સમસ્યા
  • અપચો અને કિડનીને લગતી બિમારીના કારણે થાય છે આ રોગ

અમદાવાદ : એક વ્યક્તિ પછડાયો હતો જેના કારણે તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેણે ડોક્ટરને પોતાના ગુપ્તાંગમાં પણ દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આ વ્યક્તિને ખુબ જ દુર્લભ પ્રકારની બિમારી છે. જ્યાં તેમના ગુપ્તાંગમાં હાડકું છે.

વૃદ્ધ પડ્યા બાદ સારવાર માટે ગયા હતા હોસ્પિટલ

60 વર્ષના એક વૃદ્ધ નીચે પછડાયા હતા. દુખાવો ખુબ થતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા તા. ડોક્ટરોએ તેમની સારવાર ચાલુ કરી હતી. જો કે દરમિયાન વૃદ્ધે તેમના ગુપ્તાંગમાં પણ દર્દ થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે સૌથી પહેલા તો કોઇ સોજો કે તરલ પદાર્થ બહાર આવ્યો કે કેમ તેની તપાસ કરી હતી. જો કે તેમને કંઇ પણ વાંધાજનક મળ્યું નહોતું.

Advertisement

આ પણ વાંચો : Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

Advertisement

ડોક્ટરે જ્યારે એક્સરે કર્યો તો ચોંકી ઉઠ્યા

ત્યાર બાદ ડોક્ટરે તેમના લોઅર બોડીનો એક્સ રે કર્યો હતો. જેથી કોઇ પ્રકારના ફ્રેક્ચર અંગે જાણી શકાય. જો કે એક્સરેમાં જે દેખાયું તે જોઇને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરોને વૃદ્ધના ગુપ્તાંગમાં એક હાડકું જોવા મળ્યું. ડોક્ટરોએ જણાવ્યું કે, આ ખુબ જ દુર્લભ પ્રકારની બિમારી છે. પેનાઇલ ઓસીફિકેશન કહેવામાં આવે છે.

ગુપ્તાંગમાં કેલ્શિયમ જમા થવા લાગે છે

આ બિમારીમાં અંગના નરમ ઉત્તકો વચ્ચે કેલ્શિયમ જમા થઇ જાય છે. જેના કારણે એક હાડકાનું નિર્માણ થવા લાગે છે. ડોક્ટરોએ વૃદ્ધને પુછ્યું કે શું તેમને સારવાર કરાવવી છે. જો કે વૃદ્ધે આગળ કોઇ તપાસ કે સારવારનો ઇન્કાર કરી દીધો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, આ બિમારીની સારવાર સામાન્ય રીતે પેઇન કિલર આપીને કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad : પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં! વધુ એકની ધરપકડ

શોક વેવ થૈરાપીથી કરવામાં આવે છે સારવાર

જેમાં સારવારમાં શોક વેવ થેરાપી હોય છે. જેમાં સોનિક તરંગોનો ઉપયોગ થાય છે. આ સાઉન્ડ વેવ્સ હોય છે જે હાડકાને તોડી નાખે છે. નાના નાના ટુકડાઓમાં સાયન્સના લિટરેચરમાં અત્યાર સુધી કોઇ બિમારીના માત્ર 40 મામલાઓ જ સામે આવ્યા છે. આ મામલો ખુબ જ દુર્લભ છે પરંતુ ઘણી વખત તેને પાયરોની ડીજીઝ સાથે પણ જોડવામાં આવે છે.

40 થી 70 વર્ષના કોઇ પણ પુરુષને થઇ શકે છે બિમારી

આ બિમારી 40 થી 70 વર્ષના કોઇ પણ પુરુષને થઇ શકે છે. Peyronie's Disease માં પુરૂષના રિપ્રોડક્ટિવ ઓર્ગનના ઉત્તકમાં બળતરા થવા લાગે છે. જેમાં નવા ઉત્તક બને છે. જેના કારણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થાય છે અથવા તો ખુબ જ દર્દનાક ઉત્તેજનાનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને થતી કિડનીની બિમારી, પેટ ખરાબ થવું, ટ્રોમા અથવા સોજાને કારણે પણ આ બિમારી પેદા થઇ શકે છે.

આ પણ વાંચો : Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી

Tags :
Advertisement

.

×