cobra viral video : નોઈડાના ઘરમાં કિંગ કોબ્રા: ડરામણો વીડિયો વાયરલ, જોઈને રૂંવાડા ઊભા થઈ જશે
- નોઈડાના સેક્ટર 51માં સિલિંગમાં જોવા મળ્યો કિંગ ક્રોબા (cobra viral video)
- ફેન્સી લાઈટની અંદર ઝેરી ક્રોબા સરકતો જોવા મળ્યો
- કિંગ ક્રોબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
- વીડિયો વાયરલ થતા લોકોએ પૂછ્યુ, ક્રોબા સિલિંગમાં કેવી રીતે પહોંચ્યો
cobra viral video : સાપનું નામ સાંભળતા જ ભલભલાને ધ્રુજારી આવી જાય છે, ત્યારે જરા કલ્પના કરો કે તમારા ઘરની છતની અંદર, જ્યાં તમે સુરક્ષિત હોવાનું માનો છો, ત્યાં એક ઝેરી કિંગ કોબ્રા સરકતો જોવા મળે તો તમારી શું હાલત થશે? આવો જ એક ડરામણો બનાવ તાજેતરમાં નોઈડાના સેક્ટર 51માં બન્યો છે. અહીં એક ઘરની ફોલ્સ સીલિંગમાં લગાવેલી ફેન્સી લાઇટની અંદર એક ઝેરી કિંગ કોબ્રા સરકતો જોવા મળ્યો, જેના કારણે ઘરના સભ્યોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો. આ ઘટનાનો ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને યુઝર્સ પણ ભયભીત થઈ ગયા છે. ઘણા લોકો એ વિચારી રહ્યા છે કે આખરે આટલો ઝેરી સાપ ઘરની છત અને લાઇટની અંદર કેવી રીતે પહોંચ્યો હશે. આ ઘટના પછી લોકોના મનમાં ડર ઘર કરી ગયો છે, અને તેઓ જાણવા માંગે છે કે જો ક્યારેય આવી સ્થિતિ સર્જાય તો શું કરવું જોઈએ.
ફેન્સી લાઇટમાં કિંગ કોબ્રા
આ ઘટના રાત્રિના સમયે બની હતી. ઘરના સભ્યો શાંતિથી બેઠા હતા ત્યારે તેમની નજર અચાનક સીલિંગ પેનલમાં લગાવેલી લાઇટ પર પડી. તેમને લાઇટની અંદર કંઈક હલનચલન થતી દેખાઈ. શરૂઆતમાં, તેમને લાગ્યું કે કદાચ લાઇટમાં કોઈ ખામી સર્જાઈ હશે, પરંતુ જ્યારે તેમણે નજીક જઈને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. લાઇટની અંદર જે વસ્તુ સરકી રહી હતી, તે બીજું કંઈ નહીં પણ એક વિશાળ અને ઝેરી કિંગ કોબ્રા હતો. આ દૃશ્ય જોઈને પરિવારજનોનો ડર સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે તરત જ મદદ માટે સંસ્થાનો સંપર્ક કર્યો.
सेक्टर 51 नोएडा के एक मकान की सीलिंग पैनल के रास्ते फैंसी लाइट के अंदर तक पहुंचा विषैला सांप। लोगों में दहशत।@CeoNoida @noida_authority @NBTDilli pic.twitter.com/yACPyKStTR
— Ambrish Tripathi (@AdtAmbrish) September 9, 2025
વન વિભાગ અને પોલીસને જાણ કરાઈ (cobra viral video)
ડરના માર્યા પરિવારજનોને શરૂઆતમાં સમજાયું જ નહીં કે તેઓ શું કરે. તેમણે તરત જ સમજદારી વાપરીને પોલીસ અને વન વિભાગને આ અંગે જાણ કરી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ ઊભો કર્યો છે. હવે બધાના મનમાં એક જ સવાલ છે કે ઘરના બંધ સીલિંગ પેનલમાં સાપ કેવી રીતે ઘુસ્યો હશે?
સાપ ઘરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? (cobra viral video)
નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે સાપ ઘરમાં પ્રવેશવા માટે જૂના ઘરોમાં રહેલી તિરાડો, બારીઓની પાઇપ, વેન્ટિલેશન પાઇપ અથવા તો છત પર પડેલા સામાનનો ઉપયોગ કરે છે. આ બધી જગ્યાઓ તેમના માટે અંદર આવવાના સરળ રસ્તા બની જાય છે. આવી ઘટનાઓથી બચવા માટે તમારા ઘરની દીવાલો અને છતમાં પડેલી તિરાડોને સમયસર રિપેર કરાવવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, તૂટેલી પાઇપલાઇન અને બિનઉપયોગી જગ્યાઓને પણ સુરક્ષિત કરવી જોઈએ, જેથી આવી કોઈ દુર્ઘટના ફરીથી ન બને અને લોકો સુરક્ષિત રહી શકે.
આ પણ વાંચો : દાદીના ડાન્સના જુસ્સા આગળ ભલભલા જુવાનિયા પાણી ભરે, વીડિયો વાયરલ


