Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માદાએ AI ની મદદથી બચ્ચાને આપ્યો જન્મ, ભારતનો પ્રથમ કિસ્સો

Great indian bustard chick born by AI : સપ્ટેમ્બરના રોજ ટોની માદાએ ઈંડાને જન્મ આપ્યો
માદાએ ai ની મદદથી બચ્ચાને આપ્યો જન્મ  ભારતનો પ્રથમ કિસ્સો
Advertisement
  • સુદા નામના ઘોરાડ ઉપર આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
  • સપ્ટેમ્બરના રોજ ટોની માદાએ ઈંડાને જન્મ આપ્યો
  • આ પ્રક્રિયામાં આશરે 8 મહિના જેટલો સમય લાગે છે

Great indian bustard chick born by AI : જેસલમેરના સુદાસરી ઘોરાડ બ્રીડિંગ સેન્ટરમાં Artificial Insemination અથવા કૃત્રિમ ગર્ભાશયથી એક બાળકનો જન્મ થયો છે. તો બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આવું કરનારો ભારત પ્રથમ દેશ છે. ત્યારે આ પ્રક્રિયાના માધ્યમથી લુપ્ત થતી આ પ્રજાતિને બચાવી શકાશે. ત્યારે ઘોરાડ (Great indian bustard) ને કૃત્રિમ ગર્ભશાયની મદદથી જન્મ આપવામાં આવ્યો છે. ત્યારે આ ક્રિયાના માધ્યમથી Great indian bustard ના સ્પર્મની બચત કરી શકાશે. તેના કારણે Great indian bustard ની જનસંખ્યામાં વધારો કરી શકાશે.

સુદા નામના ઘોરાડ ઉપર આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

DFO આશીષ વ્યાસે જણાવ્યું હતું કે, આ અંગે વિચાર IFHC થી આવ્યો હતો. કારણ કે... IFHC માં આવેલા એક પક્ષી ઉપર આ પ્રકારનો પ્રયોગ કરાવમાં આવ્યો હતો. અને તે પ્રયોગ સફળ રહ્યો હતો. ત્યારે ભારતમાં પણ wild life institute of india ની મદદથી વૈજ્ઞાનિકોએ ગત વર્ષે ત્યાં ગયા હતાં. અને આ પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ત્યારબાદ wild life institute of india ના વૈજ્ઞાનિકોએ આ પરિક્ષણ માટે ઘોરાડને તૈયાર કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: સલમાન-બિશ્નોઈની વચ્ચે જે હરણને કરાણે લડાઈ થઈ તે અહીંયા જોવા મળે છે

Advertisement

સપ્ટેમ્બરના રોજ ટોની માદાએ ઈંડાને જન્મ આપ્યો

તો જેસલમેરામાં આવેલા રામદેવરા ઘોરાડ બ્રીડિંગ સેન્ટરમાં આવેલા સુદા નામના ઘોરાડ ઉપર આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. તેના સ્પર્મને સુદાસરી ઘોરાડ બ્રીડિંગ સેન્ટર લાવવામાં આવ્યું હતું. ત્યાં 20 સપ્ટેમ્બરના રોજ ટોની નામની માદામાં કૃત્રિમ ગર્ભાશય બનાવાયું હતું. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ ટોની માદાએ ઈંડાને જન્મ આપ્યો હતો. તો આ ઈંડાની સારસંભાળ કરવામાં આવી હતી. અને અંતે વૈજ્ઞાનિકોને આ ઈંડામાંથી 16 ઓક્ટોબરના રોજ ઈંડા નીકળતા જોવા મળ્યા હતા. તે ઉપરાંત આ ઈંડામાંથી નીકળેલા બચ્ચાંઓની તમામ પ્રકારની મેડિકલ તપાસ કરવામાં આવી છે. ત્યારે ટોની માદાના તમામ બચ્ચાઓ સ્વસ્થ્ય છે.

આ પ્રક્રિયામાં આશરે 8 મહિના જેટલો સમય લાગે છે

DFO આશીષ વ્યાસે જણાવ્યું હતું કે, આ પ્રદ્ધતિ Artificial Insemination તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં નર સામે Artificial Insemination વાળી એક માદા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને મેટિંગ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. જે બાદ નર સ્પર્મ આપે છે. જોકે આ પ્રક્રિયામાં આશરે 8 મહિના જેટલો સમય લાગે છે. તો જેસલમેરમાં આશરે 173 ઘોરાડ આવેલા છે. તેમાંથી 128 જાહેર સ્થળો ઉપર અને 45 સેન્ટરમાં આવેલા છે.

આ પણ વાંચો: નિયત કલાકો ઉપરાંત ઊંઘવાથી આ રોગોને સિધું આમંત્રણ, જીવલેણ છે બીમારીઓ

Tags :
Advertisement

.

×