Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google Translate નો Duolingo ને પડકાર, નવું ટ્રાન્સલેશન ફીચર માર્કેટમાં ઉતાર્યું

Google Translate : યુઝર્સ બેઝિકથી એડવાન્સ્ડ સુધી તેમનું ફ્લુએન્સી લેવલ સેટ કરી શકે છે, અને વાતચીત સહિતના વિકલ્પો પસંદ કરી શકે છે
google translate નો duolingo ને પડકાર  નવું ટ્રાન્સલેશન ફીચર માર્કેટમાં ઉતાર્યું
Advertisement
  • ગુગલનો વ્યુહાત્મક નિર્ણય અનેક એપ માટે કાળ બનશે
  • ભાષાંતરના ક્ષેત્રમાં ગુગલે નવું ફીચર લોન્ચ કર્યું
  • ડ્યુઓલિંગો નામની એપને સીધો જ પડકાર

Google Translate : ગૂગલ (Google) વ્યૂહાત્મક રીતે નવા આયામ સર કરવા અને લોકોને ભાષાઓ શીખવવા (Language Learning Module - Google) તરફ આગળ વધી રહ્યું છે. નવી ભાષા શીખવામાં રસ ધરાવતા લોકો માટે ડ્યુઓલિંગો (Duolingo) એક વિશ્વસનીય અને ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન રહી છે. જો કે, ગૂગલે (Google) જાહેરાત કરી છે કે, તે ગૂગલ ટ્રાન્સલેટ પ્લેટફોર્મ (Google Translate Platform) પર એક નવી AI-સંચાલિત સુવિધા લોન્ચ કરી રહ્યું છે. જે લોકોને નવી ભાષા શીખવા અને તેના અભ્યાસમાં મદદ કરવા માટે બનાવાયેલી (Google New Learning Tool) છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં ડ્યુઓલિંગોના વર્ચસ્વને પડકારવાનો છે.

Advertisement

લિસનિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ સેશન

નવી ભાષા પ્રેક્ટિસ ફીચર એવા શિખાઉ માણસો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેઓ વાતચીત કરવાનું શીખવાનું શરૂ કરી રહ્યા છે. સાથે જ એડવાન્સ્ડ યુઝર્સ જેઓ પોતાના શબ્દભંડોળને મજબૂત બનાવવા માંગે છે. ગૂગલના મતે, આ ફીચર યુઝર્સના સ્કિલ સેટ અને તેમની જરૂરિયાતો અનુસાર લિસનિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ સેશન બનાવે છે. વધુમાં, આ ફીચરમાં વપરાતો ગેમિફાઇડ અભિગમ લોકોને લગભગ 40 ભાષાઓ શીખવામાં મદદ કરી શકે છે.

Advertisement

નવી ફીચર કેવી રીતે કામ કરે છે ?

યુઝર્સ બેઝિકથી એડવાન્સ્ડ સુધી તેમનું ફ્લુએન્સી લેવલ સેટ કરી શકે છે, અને રોજિંદા વાતચીત અથવા મુસાફરી જેવા વિકલ્પો પસંદ કરી શકે છે. પછી એપ તે લેવલના આધારે લિસનિંગ અને સ્પીકિંગ મોડ્યુલ બનાવે છે. ઉદાહરણ તરીકે, જો તમે “Ask about meal times” પ્રોમ્પ્ટ આપ્યો હોય, તો વપરાશકર્તાઓ કાં તો સિમ્યુલેટેડ વાત સાંભળી શકે છે, અને સમજી શકે તેવા શબ્દો પર ટેપ કરી શકે છે, અથવા જો જરૂરી હોય તો સંકેતો સાથે બોલવાનો અભ્યાસ કરી શકે છે.

આ સુવિધા સંપૂર્ણપણે મફત

સતત પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે રોજ પ્રગતિને ટ્રેક કરવામાં આવે છે. હાલમાં, આ સુવિધા બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. અંગ્રેજી બોલનારા સ્પેનિશ અને ફ્રેન્ચ શીખી શકે છે, જ્યારે સ્પેનિશ, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ બોલનારા અંગ્રેજી શીખી શકે છે. પરીક્ષણ દરમિયાન આ સુવિધા સંપૂર્ણપણે મફત છે.

આ સુવિધાને કેવી રીતે ઍક્સેસ કરવી ?

જે વપરાશકર્તાઓ આ સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે, તેઓએ Google Translate એપ્લિકેશનમાં "પ્રેક્ટિસ" વિકલ્પ પસંદ કરવો આવશ્યક છે. ત્યાંથી, તેઓ તેમના સ્કિલ્સ અને વિકલ્પો સેટ કરી શકે છે.

મોડ થ્રેડ જેવા ઇન્ટરફેસનો ઉપયોગ

Google ના જેમિની AI મોડેલ અંગે કંપનીનું કહેવું છે કે, આ નવી સુવિધામાં ભાષાંતરમાં ચોકસાઈ, મલ્ટિમોડલ સમજ અને ટેક્સ્ટ-ટુ-સ્પીચ આઉટપુટમાં સુધારો કરે છે લાઇવ ટ્રાન્સલેશન વપરાશકર્તાઓને ઑડિઓ અને ઑન-સ્ક્રીન અનુવાદ બંને સાથે રીઅલ-ટાઇમ, બેક-એન્ડ-ફોર્થ વાતચીત કરવાની મંજૂરી આપે છે, તે હવે જેમિનીને કારણે પહેલા કરતાં વધુ સચોટ હશે. હિન્દી, તમિલ, અરબી, ફ્રેન્ચ અને સ્પેનિશ સહિત 70 થી વધુ ભાષાઓને સપોર્ટ કરતું આ મોડ થ્રેડ જેવા ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે, જે સમજદારી સાથે વિરામ, ઉચ્ચારણ અને સ્વર શોધે છે. ગૂગલનું કહેવું છે કે, તેણે તેના મોડેલોને પૃષ્ઠભૂમિ અવાજને ફિલ્ટર કરવા માટે તાલીમ આપી છે, જે તેને ભીડવાળા અથવા વ્યસ્ત વાતાવરણમાં ઉપયોગી બનાવે છે.

આ પણ વાંચો ----- WhatsApp નું નવું ‘સેફ્ટી ઓવરવ્યૂ’ ફિચર આ રીતે યુઝર્સની કરશે મદદ,જાણો તેના વિશે

Tags :
Advertisement

.

×