Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VIDEO બનાવશો તો થશે સાત વર્ષની સજા, TTEએ યાત્રીને કાયદો શીખવાડ્યો, જુઓ અંતે શું થયું

વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે TTE ટિકિટ વગરના મુસાફર પાસેથી લાંચ લઈ રહ્યો હતો, ત્યારે બીજા મુસાફરે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું.
video બનાવશો તો થશે સાત વર્ષની સજા  tteએ યાત્રીને કાયદો શીખવાડ્યો  જુઓ અંતે શું થયું
Advertisement
  • એક મુસાફરનો રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવાનો વીડિયો વાયરલ થયો છે
  •  TTE ટિકિટ વિનાના મુસાફર પાસેથી 'લાંચ' લેતા કેમેરામાં કેદ થયા
  • TTE મુસાફરને ધમકી આપી કે, જો  વીડિયો બનાવવાનું બંધ નહીં કરે તો સાત વર્ષની સજા થશે

Viral Video : ભારતીય ટ્રેનોમાં દરરોજ લાખો કરોડો લોકો મુસાફરી કરે છે. પરંતુ તેમની વચ્ચે મોટી સંખ્યામાં એવા પણ મુસાફરો છે જેઓ ટિકિટ વગર જ મુસાફરી કરે છે. ઘણી વખત આ મુસાફરો છટકી જાય છે તો ક્યારેક પકડાઈ પણ જાય છે. હાલમાં આવા જ એક મુસાફરનો રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવાનો વીડિયો વાયરલ થયો છે. આમાં, TTEએ ટિકિટ વિના મુસાફરી કરતા એક મુસાફરને ઝડપી લીધો હતો. જ્યારે TTEએ મુસાફર પાસે ટિકિટ માંગી ત્યારે તે ગભરાઈ ગયો. એવો દાવો કરવામાં આવ્યો છે કે, TTE એ આનો ફાયદો ઉઠાવ્યો અને ટિકિટના નામે મુસાફરો પાસેથી લાંચ લેવાનું શરૂ કર્યું.

વીડિયો બનાવ્યા બાદ TTEએ કાયદો શીખવવાનું શરૂ કર્યું

પણ ખરા અર્થમાં ખેલ તો હજુ થવાનો બાકી હતો. વાસ્તવમાં, કોઈએ TTEને ટિકિટ વિનાના મુસાફર પાસેથી 'લાંચ' લેતા પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. હવે આ કેમેરામાં જે પણ કેદ થઈ ગયું છે તે જોવું ખૂબ જ મજેદાર બની રહ્યું છે. આમાં તમે જોશો કે TTE સીટ પર બેઠેલા મુસાફરને વીડિયો ન બનાવવા કહે છે, પરંતુ તે કેમેરો બંધ કરતો નથી. તમે ફ્રેમમાં આગળ જોશો કે TTE આનાથી ખૂબ ગુસ્સે થયો અને તેને કાયદો શીખવવાનું શરૂ કર્યું. TTE મુસાફરને ધમકી આપે છે અને કહે છે કે, જો તે વીડિયો બનાવવાનું બંધ નહીં કરે તો તેને સાત વર્ષની જેલની સજા થશે.

Advertisement

Advertisement

આમાં તમે જોશો કે TTE તેની સીટ પર બેઠેલા પેસેન્જરને ધમકી આપે છે અને કહે છે કે, 'ઓન-ડ્યુટી TTEનો વીડિયો બનાવવા માટે સાત વર્ષની જેલ અને સાત હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.' મજાની વાત તો એ છે કે, આ પછી પણ પેસેન્જર વીડિયો બનાવાનુ ચાલુ રાખે છે, જેથી TTE ડરી જાય છે અને ચુપચાપ પેસેન્જરને પૈસા પરત કરી દે છે. આપને સ્પષ્ટ કરીએ દઈએ કે, ગુજરાત ફસ્ટ વીડિયોમાં દર્શાવેલ દાવાઓની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : હોટ અવતારમાં બેડ પર સુતી જોવા મળી Shweta Tiwari, બોલ્ડ Photos Viral

Tags :
Advertisement

.

×