Viral Video : સિંહને ખોળામાં લઈને મહિલા ભાગી ગઈ! વીડિયો જોઈને ચોંકી જશો
- સોશિયલ મીડિયા એક વીડિયો થયો વાયરલ
- મહિલા સિંહને ખોળામાં લઈને ભાગતી જોવા મળી
- સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે
Lion video vira : સોશિયલ મીડિયાની (social media )દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક એવું સામે આવે છે, જેના પર લોકોની નજર ટકેલી રહે છે. લોકો આવી વસ્તુઓને આશ્ચર્યથી જોતા રહે છે. આવો જ એક વીડિયો (Viral Video)આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સિંહને (Lion video vira) ખોળામાં લઈને ભાગતી જોવા મળે છે. આ વીડિયો જોયા પછી લોકો સ્તબ્ધ થઈ ગયા. આ દ્રશ્ય જોયા પછી, બધા વિચારવા લાગ્યા કે આ વાસ્તવિકતા છે કે ફિલ્મી દ્રશ્ય!
આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી
આ વીડિય ક્યારે અને ક્યાંનો છે ? તે બાબતે પુષ્ટિ થઈ શકતી નથી અને આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.વીડિયોમાં જોઈ શકાય છે કે રાત્રિના અંધારામાં એક મહિલા રસ્તા (Lion video vira)પર ઝડપથી દોડતી જોવા મળી રહી છે. મહિલાના હાથમાં સિંહ છે, જેને તે પોતાના ખોળામાં પકડીને ઝડપી પગલાઓ સાથે આગળ વધી રહી છે. સિંહને જોઈને સામાન્ય વ્યક્તિ ડરી શકે છે, પરંતુ આ મહિલા (Women)કોઈ પણ ડર વગર સિંહને ખોળામાં લઈને ચાલતી જોવા મળી. વીડિયોમાં, સિંહ થોડો સંઘર્ષ કરતો જોવા મળે છે, પરંતુ મહિલા તેને મજબૂતીથી પકડી રાખે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો -ચીટિંગનો એક નવો કીમિયો! દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ ખુલ્લેઆમ કર્યુ ફ્રોડ
મહિલાને સિંહનો કોઈ ડર નહોતો
કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં વીડિયો વિશે માહિતી આપી અને કહ્યું કે આ સિંહ એક પાલતુ હતો અને તેના ઘરમાંથી ભાગી ગયો હતો. પરિવારના સભ્યો તેને શોધી રહ્યા હતા ત્યારે આ મહિલા તેને રસ્તા પર મળી અને કોઈ પણ ડર વગર તેને ખોળામાં ઉપાડી લીધો અને તેને પાછો લઈ જવાનો પ્રયાસ કર્યો. વીડિયો જોઈને એવું લાગે છે કે મહિલાને સિંહનો કોઈ ડર નહોતો, કદાચ કારણ કે તે પહેલાથી જ તેનાથી પરિચિત હતી. આ વાયરલ વીડિયો સોશિયલ સાઈટ X પર @AMAZlNGNATURE નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે . જેને અત્યાર સુધીમાં લગભગ 80 લાખ લોકોએ જોયું છે અને 2 લાખ લોકોએ લાઈક કર્યું છે.
આ પણ વાંચો -જીગ્નેશ કવિરાજે હાર્દિક પંડ્યા સાથે માણી મોજ....ફોટો-વીડિયો થયા વાયરલ
આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય થયા
સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકો સિંહ પ્રત્યે ડર વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “શું આ મહિલા સુપરહ્યુમન છે? સિંહને આ રીતે ઉંચકવો એ કોઈ મજાક નથી!” બીજાએ લખ્યું: “મને મારી બિલાડી ઉપાડવામાં ડર લાગે છે, અને તે સિંહ સાથે ભાગી રહી છે!” ત્રીજાએ લખ્યું: “શું પાલતુ સિંહને આ રીતે રસ્તા પર છોડી દેવો યોગ્ય છે?”