આ તે કેવો ચમત્કાર! શું તમે જોઇ છે બે મોઢા અને ચાર આંખો વાળી માછલી? Video
આ દુનિયામાં તમને ઘણા અલગ-અલગ પ્રકારના જીવ જોવા મળી જશે. જો દરિયામાં રહેતા જીવોની વાત કરીએ તો કહેવાય છે કે, આપણે દરિયામાં રહેતા જીવો વિશે 5 ટકા પણ નથી જાણતા. જોકે, આપણે અલગ-અલગ પ્રકારની માછલીઓ જોઈ જ હશે. મહાકાય સમુદ્રથી નદી અને તળાવમાં તરતી માછલીના રસપ્રદ વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય બે મોં અને ચાર આંખોવાળી વિચિત્ર માછલી (Strange Fish) જોઈ છે? કદાચ તમે કહે
Advertisement
આ દુનિયામાં તમને ઘણા અલગ-અલગ પ્રકારના જીવ જોવા મળી જશે. જો દરિયામાં રહેતા જીવોની વાત કરીએ તો કહેવાય છે કે, આપણે દરિયામાં રહેતા જીવો વિશે 5 ટકા પણ નથી જાણતા. જોકે, આપણે અલગ-અલગ પ્રકારની માછલીઓ જોઈ જ હશે. મહાકાય સમુદ્રથી નદી અને તળાવમાં તરતી માછલીના રસપ્રદ વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય બે મોં અને ચાર આંખોવાળી વિચિત્ર માછલી (Strange Fish) જોઈ છે? કદાચ તમે કહેશો કે આવું કેવી રીતે થઇ શકે દુનિયામાં આવો કોઇ જીવ નથી. તો અમે તમને જણાવી દઇએ કે, આવો એક જીવ તાજેતરમાં જોવા મળ્યો છે.
દેખાવમાં વિચિત્ર ફેરફારનું કારણ
એક વિચિત્ર માછલીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં માછલીના બે મોઢા અને ચાર આંખો દેખાઈ રહી છે. આ વિચિત્ર માછલીને કાર્પ માછલી કહેવામાં આવે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ માછલીનો વિડીયો જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. બે ચહેરાવાળી અને ચાર આંખોવાળી માછલીની વિશિષ્ટતાને કારણે લોકો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકોએ અનુમાન કર્યું હતું કે તે કોઇ રેડિએશનનો શિકાર બની હશે. જેના કારણે તેના દેખાવમાં વિચિત્ર ફેરફાર જોવા મળ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તેના વધારાના અવયવોને શરીરના ઘા તરીકે વર્ણવવાનું શરૂ કરી દીધું હતું. જોકે, વૈજ્ઞાનિકોએ તેને સદંતર નકારી કાઢ્યું હતું અને કારણ આપ્યું હતું કે જો વધારાના અવયવોમાં ઘા હોય તો તે ન તો સ્વસ્થ હોત કે ન તો તે લાંબો સમય જીવી શકી હોત.
નિષ્ણાતો પણ થયા આશ્ચર્યચકિત
આ વિચિત્ર વિડીયો જોઈને તમે પણ ચોંકી ગયા જ હશો. લોકો હજુ સુધી માછલીની વાસ્તવિકતા સમજી શક્યા નથી. બે ચહેરાવાળી માછલી જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ વિડીયોને ટ્વિટર પર 'હોલી મધર ઑફ કાર્પ' નામથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે, 5400 થી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. વળી, સેંકડો લોકોએ આ વિડીયો પર ટિપ્પણી કરી છે.
Advertisement


