Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Premanand Maharaj bhiksha : પ્રેમાનંદ મહારાજ ભિક્ષા માંગતા જોવા મળ્યા, ભાવુક થયા ભક્તો

રાધા જન્મોત્સવ બાદ પ્રેમાનંદ મહારાજનો ભિક્ષા માંગતો એક વીડિયો વાયરલ થયો છે. તેમની સાદગી જોઈને ભક્તો ભાવુક થઈ ગયા. જુઓ વાયરલ વીડિયો અને લોકોની પ્રતિક્રિયા.
premanand maharaj bhiksha   પ્રેમાનંદ મહારાજ ભિક્ષા માંગતા જોવા મળ્યા  ભાવુક થયા ભક્તો
Advertisement
  • પ્રેમાનંદ મહારાજ રાધાઅષ્ટમીના દિવસે પહોંચ્યા બરસાના (Premanand Maharaj bhiksha)
  • બરસાનામાં પ્રેમાનંદ મહારાજ ભિક્ષા માંગતા જોવા મળ્યા
  • પ્રેમાનંદ મહારાજને ભિક્ષા માંગતા જોઈ ભાવુક થયા ભક્તો
  • સોશિયલ મીડિયા પર ભક્તોએ કરી હૃદયસ્પર્શી ટિપ્પણી

Premanand Maharaj bhiksha : પોતાના પ્રવચનો અને સરળ જીવનશૈલી માટે જાણીતા આધ્યાત્મિક વક્તા પ્રેમાનંદ મહારાજ ફરી એકવાર ચર્ચામાં છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તેમના ભક્તોની આંખો ભીની થઈ ગઈ છે.

રાધા રાણીના દર્શન બાદ માગી ભિક્ષા (Premanand Maharaj bhiksha)

આ વીડિયો રાધા જન્મોત્સવના દિવસનો છે. રાધા રાણીના દર્શન માટે બરસાના ગયેલા પ્રેમાનંદ મહારાજ પરત ફરતી વખતે ઘરે-ઘરે જઈને ભિક્ષા માંગતા જોવા મળ્યા હતા. લાંબા સમય પહેલા તેઓ ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરતા હતા. પરંતુ આજે જ્યારે તેઓ આટલા પ્રસિદ્ધ અને સન્માનિત હોવા છતાં ભિક્ષા માંગવા નીકળ્યા, ત્યારે તેમના શિષ્યો અને ભક્તો ભાવુક થઈ ગયા. લોકોએ પણ તેમને ખૂબ જ સન્માન સાથે રોટલી અને અન્ય વસ્તુઓ અર્પણ કરી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Raj Singh (@raj_brijwasi210)

Advertisement

ભક્તોએ કરી ભાવુક ટિપ્પણીઓ

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને લોકો હૃદયસ્પર્શી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "એવું લાગે છે કે જાણે સ્વયં ભગવાન કૃષ્ણ ભિક્ષા માંગવા આવ્યા છે." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "આજે બાબાજી પાસે શું નથી? તેઓ જે ઈચ્છે તે માંગી શકે છે, પરંતુ તેમનો આ સ્વભાવ અને સરળતા જ લોકોને તેમના ભક્ત બનાવી રહી છે."

આ પણ વાંચો :   Gujarat: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળોનો આરંભ, મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

પ્રેમાનંદ મહારાજની સાદગીનો વધુ એક પુરાવો

પ્રેમાનંદ મહારાજ સામાન્ય હોય કે ખાસ, દરેક વ્યક્તિનું સરખી રીતે માર્ગદર્શન કરે છે. રાજકારણીઓ, ખેલાડીઓ, સિંગર્સ - દરેક પોતાની મૂંઝવણ દૂર કરવા માટે તેમની પાસે જાય છે અને તેમની સરળ વાણીથી પ્રેમાનંદ મહારાજ લોકોને સાચો રસ્તો બતાવે છે. આ વીડિયો તેમની સાદગી અને આધ્યાત્મિક શક્તિનો વધુ એક પુરાવો છે. આ વીડિયોને દરેક લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Abhinav Arora viral video : કોણ છે 10 વર્ષનો અભિનવ અરોરા? જેણે ખરીદી કરોડોની પોર્શે

Tags :
Advertisement

.

×