Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : ભંડારામાં દાળ રાંધવા માટે મોટી કડાઇમાં JCB નો પાવડો ચાલ્યો

Viral : વાયરલ થયેલા વિડીયોમાં એક મોટી કઢાઈ ભરીને દાળ રાંધતી જોવા મળે છે, અને દાળને હલાવવા માટે JCBનો ઉપયોગ કરવામાં આવે છે
viral   ભંડારામાં દાળ રાંધવા માટે મોટી કડાઇમાં jcb નો પાવડો ચાલ્યો
Advertisement
  • સોશિયલ મીડિયામાં જેસીબીના વીડિયોએ ભારે ચર્ચા જગાવી
  • દાળ બનાવવા માટે જેસીબીનો પાવડો ચાલ્યો
  • ઇન્ટરનેટ યુઝર્સે આ કૃત્યનો વિરોધ કર્યો

Viral : તમે સોશિયલ મીડિયા પર ભારતીયોના ઘણા વિચિત્ર જુગાડ (Social Media Jugad Video) જોયા હશે. ક્યારેક આ જુગાડ લોકોને હસાવતા હોય છે, પરંતુ ક્યારેક આ અસામાન્ય પદ્ધતિઓ યુઝર્સમાં ચર્ચા માટે એક નવો વિષય પૂરો પાડે છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા (Social Media - Viral Video) પર વાયરલ થયો છે, જેમાં લોકો ભંડારાના ભોજન માટે દાળ બનાવવા માટે JCBનો ઉપયોગ (JCB For Dal Making) કરતા જોવા મળે છે. આ વિડીયોએ હવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. લોકોએ ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો પર અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી છે.

ઇન્સ્ટાગ્રામ પર વિડીયો સામે આવ્યો છે

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર @mr_neeraj_8457_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં એક મોટી કઢાઈ ભરીને દાળ રાંધતી (JCB For Dal Making) જોવા મળે છે, અને દાળને હલાવવા માટે JCBનો ઉપયોગ (JCB For Dal Making) કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દાળ ભંડારાના ભોજન માટે તૈયાર કરવામાં આવી રહી છે. નોંધવું રહ્યું કે, આ વિડીયો અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને પસંદ કરવામાં આવ્યો છે.

Advertisement

યુઝર્સમાં કોમેન્ટ વોર શરૂ થઈ ગઇ

સોશિયલ મીડિયા પર ફરતા આ વિડીયોને (JCB For Dal Making) ઘણા યુઝર્સની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે લખ્યું, "ગ્રેવીમાં ગ્રીસ અને તેલ મફતમાં." બીજા યુઝરે લખ્યું, "અડધા કલાક પહેલા, આ JCB ગટરમાંથી કચરો કાઢી રહ્યું હશે તો ? અને હવે..." ત્રીજા યુઝરે લખ્યું, "ગટર સાફ કરવા માટે વપરાતા JCBનો ઉપયોગ લંગર માટે ના કરવો જોઈએ." ચોથા યુઝરે લખ્યું, "JCBનો ઉપયોગ કરવાની આ પ્રથા ખૂબ જ ગંદી છે. JCB કેટલો કચરો એકઠો કરે છે, અને છતાં તેનો ઉપયોગ ખોરાક વિતરણ માટે શાકભાજી ભેળવવા માટે થાય છે." આ રીતે, ઘણા લોકોએ દાળ બનાવવા માટે JCBનો ઉપયોગ કરવાની પ્રથા પર પ્રતિક્રિયા આપી અને તેનો વિરોધ કર્યો.

Advertisement

આ પણ વાંચો ------  Gemini Nano Banana Saree : આ ટ્રેન્ડ પાછળનું ખતરનાક સત્ય જાણી તમારા રુંવાટા ઉભા થઇ જશે! જાણો શું કહે છે આ છોકરી

Tags :
Advertisement

.

×