Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kannauj Viral Video :પોલીસ બસની બ્રેક ફેઈલ, એકનું મોત,પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના આવી સામે પોલીસ બસની બ્રેક ફેલ થયા બાઇક સાવરને મારી ટક્કર દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું અકસ્માતની ઘટનાનો વીડિયો આવ્યો સામે Kannauj Viral Video: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કન્નૌજમાં (Kannauj Viral Video)પોલીસ બસની બ્રેક ફેલ...
kannauj viral video  પોલીસ બસની બ્રેક ફેઈલ  એકનું મોત પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ
Advertisement
  • ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના આવી સામે
  • પોલીસ બસની બ્રેક ફેલ થયા બાઇક સાવરને મારી ટક્કર
  • દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું
  • અકસ્માતની ઘટનાનો વીડિયો આવ્યો સામે

Kannauj Viral Video: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કન્નૌજમાં (Kannauj Viral Video)પોલીસ બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત (Accident) થયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થયો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અસંતુલિત બસ તેજ ગતિએ પેટ્રોલ પંપ પર પહોંચી, ત્યારબાદ અફરા-તફરી મચી ગઈ.

બાઇક સવાર મહિલાને બસે ટક્કર મારી

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે અસંતુલિત પોલીસની બસ તેજ ગતિએ આવી રહી છે. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી બાઇક સવાર મહિલાને બસે ટક્કર મારી હતી. મહિલા ત્યાં પડી અને મૃત્યુ પામી. આ પછી બસ તેજ ગતિએ પેટ્રોલ પંપ તરફ જવા લાગી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -સ્પેસમાં 'હેન્ડશેક' કરશે SpaDeX હેઠળ બે વાહનો,ISRO રચશે ઈતિહાસ

લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા

બાઇકને ટક્કર માર્યા બાદ બસ પેટ્રોલ પંપ તરફ ગઈ અને ત્યાં હાજર લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા. પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાયા બાદ બસ રોકાઈ ગઈ હતી પરંતુ આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા અને બસ ઉભી થતા જ તેઓ બહાર આવતા જોવા મળે છે.

આ પણ  વાંચો -Indonesiaના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે !

કન્નૌજ રેલવે સ્ટેશન પર દુર્ઘટના

આ ઘટનામાં મહિલાના મોતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કન્નૌજ રેલવે સ્ટેશન પર દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ બસ બચાવ કાર્ય માટે જઈ રહી હતી, તે દરમિયાન રસ્તામાં અકસ્માત થયો. આપને જણાવી દઈએ કે કન્નૌજ રેલ્વે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ પડી જવાને કારણે ઘણા કામદારો ઘાયલ થયા છે. આ પછી રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. સીએમ યોગીએ જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવાના આદેશ આપ્યા હતા.

Tags :
Advertisement

.

×