Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vedio: રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશ,જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ રેસ્ટોરેન્ટમાં જમવા ગયેલી યુવતીનો vedio ખુબ વાયરલ થઇ રહ્યો છે.
vedio  રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશ જુઓ વીડિયો
Advertisement
  • રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશનો vedio વાયરલ
  • સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખુબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે
  • રેસ્ટોરન્ટમાં 'ફુલ પ્લેટ'ના નામે ઓછું ખાવાનું પીરસી દેવાય છે

જ્યારે તમે રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમવા જાઓ છો તમે એક સ્વાદિષ્ટ ભોજન કરવાના આશય સાથે જતા હોવ છે, જયારે તમે રેસ્ટોરેન્ટમાં ઓર્ડર કરો છો ત્યારે તમે જે આઇટમ તૈયાર થઇને તમારી ડિશમાં આવે છે, પણ જે વાસણમાં તમારો ઓર્ડર આવે છે તેમા રસ્ટોરેન્ટવાળા એમાં છેતરપિંડી કરતા હોય છે. ઘણીવાર રેસ્ટોરન્ટમાં 'ફુલ પ્લેટ'ના નામે ઓછું ખાવાનું પીરસી દેવાય છે, જે ગ્રાહકોને છેતરપિંડી જેવું લાગે છે. આવું જ એક ચોંકાવનારું કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જોઈને તમે પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો! સોશિયલ મીડિયા પર હાલ રેસ્ટોરેન્ટમાં જમવા ગયેલી યુવતીનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Maroo (@radhikamaroo)

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર હાલ એક યુવતીનો વીડિયો ખાસ વાયરલ થયો છે, આ યુવતીએ રેસ્ટોરેન્ટમાં દાળ ફ્રાયનો ઓર્ડર આપ્યો, તેમના ઓર્ડર પ્રમાણે મોટી ડોલમાં દાળફ્રાય આવે છે,તેને આ શંકા જતા તે ચમચીની મદદથી ડોલની ઊંડાઈ તપાસે છે અને પછી ચમચીને દાળમાં નાખીને જુએ છે. આશ્ચર્યની વાત એ છે કે ડોલ જેટલી મોટી દેખાતી હતી, તેમાં દાળનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું! આ વીડિયોમાં યુવતીએ રેસ્ટોરન્ટની આ ચાલાકીનો પર્દાફાશ કર્યો.

Advertisement

આ વીડિયો સ્પષ્ટ દર્શાવે છે કે કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોને મોટા વાસણોમાં ઓછું ખાવાનું પીરસીને છેતરપિંડીનો પ્રયાસ કરે છે. બહારથી ડોલ મોટી દેખાય, પરંતુ અંદર ખોરાકનું પ્રમાણ નજીવું હોય. આવી ચાલાકીઓ ગ્રાહકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. આ વીડિયો જોયા પછી તમે પણ વિચારશો કે રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં બે વાર ચેક કરવું જરૂરી છે!આ વાયરલ વીડિયો રેસ્ટોરન્ટની સેવા અને ગ્રાહકોના અનુભવ પર એક મોટો સવાલ ઉભો કરે છે. જો તમે પણ આવી ઘટનાનો સામનો કર્યો હોય, તો સાવધાન રહો અને જરૂરી હોય તો આવી બાબતોનો પર્દાફાશ કરો!

Advertisement

આ પણ વાંચો:     Mark Henry : WWE નાં દિગ્ગજ માર્ક હેનરીનો Video વાઇરલ, જે જુએ એ આશ્ચર્ય પામે!

Tags :
Advertisement

.

×