Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : Swiggy ના મેગી-ચા મેસઅપને લઇને લોકો ભડક્યા, ફૂડ માટે ન્યાય માંગ્યો

Viral : અનેક પ્રતિક્રિયા વચ્ચે યુઝરે લખ્યું કે, હવે તમે ફરી આવું કંઇ કર્યું તો હું તમારી એપથી એક પણ ઓર્ડર નહીં કરું. તમે મારી સવાર બગાડી દીધી
viral   swiggy ના મેગી ચા મેસઅપને લઇને લોકો ભડક્યા  ફૂડ માટે ન્યાય માંગ્યો
Advertisement

Viral : મેગી લવર્સને આજકાર એક ફોટો ખુબ પરેશાન કરી રહી છે. ફૂડ ડિલિવરી પાર્ટરન એપ સ્વિગી દ્વારા તેમને એક્સ પ્લેટફોર્મ પર અજીબોગરીબ પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં પહેલી તસ્વીરમાં મેગી અને ચા અલગ અલગ છે. અને બીજી તસ્વીરમાં ચામાં મેગી નાંખવામાં આવી છે. વાંચવા-સાંભળવામાં અજીબ લાગે તેવું છે. સ્વિગીએ આ પોસ્ટ સાથે સવાલ કર્યો છે કે, ચા સાથે મેગી કે ચામાં મેગી ? આ આશ્ચર્યજનસ કોમ્બીનેશન પર કોમેન્ટ કરવા માટે યુઝર્સને જણાવવામાં આવ્યું છે. (SWIGGY CHAI MAGGI MASHUP VIRAL)

એપને અનઇન્સ્ટોલ કરવા લાયક અપરાધ છે

આ અજીબોગરીબ પોસ્ટ ગણતરીના સમયમાં જ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. અને સ્વિગીના એક્સ એકાઉન્ટમાં યુઝર્સની પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઇ ગયું છે. કેટલાક લોકો આ પોસ્ટને આક્રોષની નજરે જોઇ રહ્યા છે. એને તેમનું કહેવું છે કે, કંપનીએ જવાબદારી પૂર્વક વર્તનું જોઇતું હતું. એક યુઝરનું માનવું છે કે, સ્વિગીએ આટલું ક્રિએટીવ હોવાનું બંધ કરી દેવું જોઇએ. અન્ય યુઝરે ત્યાં સુધી લખ્યું કે, આ સ્વિગી એપને અનઇન્સ્ટોલ કરવા લાયક અપરાધ છે. વધુમાં એક યુઝરે લખ્યું કે, હવે તમે ફરી આવું કંઇ કર્યું તો હું તમારી એપથી એક પણ ઓર્ડર નહીં કરું. તમે મારી સવાર બગાડી દીધી છે.

Advertisement

તો કેટલા જમવાનાની બરબાદી થશે

વાયરલ પોસ્ટ પર એક યુઝરે ગંભીરતાપૂર્વક કહ્યું કે, કેટલાક લોકો આને ક્રિએટીવીટી કહેશે, પણ હું આને ભોજનની બરબાદી કહું છું. શું તમને ખબર છે, તે તમારી જેવી બ્રાંડ અને પ્રભાવશાળી લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, તે માત્ર મનોરંજન માટે કેમ ના હોય, તેને ફોલોઅર્સ અનુકરણ કરે છે. તમે વિચાર કરો આવું વધુ લોકો કરશે, તો કેટલા જમવાનાની બરબાદી થશે..!

Advertisement

આ પણ વાંચો --- Rajasthan માંગ ભરતી વખતે વરરાજાનો ધ્રૂજવા લાગ્યો હાથ, કન્યાના ઉડ્યા હોશ; જાણો શું છે મામલો

Tags :
Advertisement

.

×